રેસ્ક્યુ:ગુણેલી ગામે ખેતરમાંથી 11 ફૂટ લાંબો મગર વિન વિભાગે પકડ્યો

શહેરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
મગરને પકડી હુમલો ન કરે તે માટે તેની આંખ ઉપર કંતાન ઢાંકી દેવામાં આવ્યું હતું. - Divya Bhaskar
મગરને પકડી હુમલો ન કરે તે માટે તેની આંખ ઉપર કંતાન ઢાંકી દેવામાં આવ્યું હતું.
  • મગરને પકડી મહીસાગર નદીના પટમાંં છોડી દેવાયો

શહેરા તાલુકાના ગુણેલી ગામે ખેતરમાંથી અગિયાર ફુટ લાંબો મગર ફરતો હોઇ લોકોના ટોળા ઉમટી પડયાં હતા. ગુણેલી ગામના વિસ્તારોમાં જંગલી હિંસક પ્રાણીઓ દેખાયાની ઘટનાઓમાં વધારો થયો છે. ગામમાં આવેલા એક ખેતરમાં અગિયાર ફુટ કરતા પણ લાંબો વિશાળકાય મગર જોવા મળતા સમગ્ર વિસ્તારમાં દહેશત વ્યાપી હતી.

ખેતરમાં મગર જોવા મળતા કુતુહલવશ લોકોના ટોળેટોળા ઉમટી પડયાં હતા. જો કે, આ અંગે જાણ થતાં કેટલાક પર્યાવરણ પ્રેમીઓ MDMRTA /IDRRC દ્વારા તથા વન વિભાગના કર્મચારીઓ દ્વારા આ મગર કોઇ નાગરિક ઉપર હુમલો ન કરે તેની તકેદારી રાખવામાં આવી હતી. મગર પકડવા પહોંચેલી વન વિભાગની ટીમ અને MDMRTA દ્વારા ભારે જહેમત પછી આ વિશાળકાય મગરને પકડવામાં આવ્યો હતો. મગર હુમલો ન કરે તે માટે તેની આંખ ઉપર કંતાન ઢાંકી દેવામાં આવ્યું હતું. આ મગરને સલામત રીતે મહિસાગર નદીના પટ પાસે છોડી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...