શહેરા તાલુકા પંચાયતના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા જશવંતસિંહ બળવંતસિંહ સોલંકી ઉર્ફે જે.બી.સોલંકી દ્વારા ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ખાતે શહેરાના ભાજપ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ સામે શહેરા તાલુકાના ચાંદલગઢ ખાતે આવેલ ખોડિયાર માતાના મંદિર પાસે જમીન પચાવી પાડી બાંધકામ કરી દેવામાં આવ્યું હોવાના આક્ષેપ કરાયા હતા.
ત્યારે આ મામલે ગુરુવારના રોજ શહેરાની અણિયાદ ચોકડી પર આવેલ ધારાસભ્ય કાર્યાલય ખાતે તાલુકાના સરપંચો, જિલ્લા-તાલુકા પંચાયત સભ્યો, ભાજપના પદાધિકારીઓ સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને આક્ષેપ લગાવનાર કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકી સામે આક્રોશ વ્યક્ત કરી ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સામે કરાયેલ તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવી ધારાસભ્ય કાર્યલયથી શહેરા તાલુકા સેવા સદન ખાતે પહોંચી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પત્ર આપ્યું હતું.
સાથે જ આક્ષેપ કરનાર જે.બી.સોલંકી સામે કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી. ભાજપ કાર્યકરોઅે જણાવ્યું કે જેઠાભાઇ ભરવાડ સામે આક્ષેપ કરનાર જે.બી.સોલંકી પોતે જ ગુન્હાહિત વ્યક્તિ હોઇ દ્વેષભાવ રાખી ખોટા આક્ષેપો કરાઇ રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.