આક્ષેપ:નાડામાં સ્મશાન ન બાનાવી ભ્રષ્ટાચાર કરાયાનો આક્ષેપ, શહેરા TDOને જાગૃત યુવા સંગઠનનું આવેદન

શહેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નાડા ગામના પૂર્વ સરપંચ નાયકા રતનસિંહ શનાભાઈ દ્વારા સ્મશાન ઘર બનાવ્યા વગર બરોબર નાણા ઉપાડી દીધા હોવાનો આક્ષેપ. - Divya Bhaskar
નાડા ગામના પૂર્વ સરપંચ નાયકા રતનસિંહ શનાભાઈ દ્વારા સ્મશાન ઘર બનાવ્યા વગર બરોબર નાણા ઉપાડી દીધા હોવાનો આક્ષેપ.
  • સ્મશાન ઘર બનાવ્યાં વગર જો ભ્રષ્ટાચાર થયો હશે તો કાર્યવાહી કરાશે : ટીડીઓ

પંચમહાલ જિલ્લા જાગૃત યુવા સંગઠન દ્વારા સોમવારે શહેરા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યુ હતુ કે નાડા ગામના પૂર્વ સરપંચ નાયકા રતનસિંહ શનાભાઈ દ્વારા સ્મશાન ઘર બનાવ્યા વગર બરોબર નાણા ઉપાડી દીધા હોવાનો અાક્ષેપ કરવામાં અાવ્યો હતો. સ્મશાનના નાણા બારોબાર ઉપાડી લીધા હોવાથી મૃતકોના અંતિમ સંસ્કારમાં મુશ્કેલી ઉભી થઇ રહી છે. ગામમાં બે દિવસ પહેલા અેક વ્યક્તિનું મરણ થતા ચાલુ વરસાદે મૃતકના અંતિમ સંસ્કાર કરવામાં અાવ્યા હતા.

જેનો વીડીયો પણ સોશિયલ મીડિયામાં પણ વાયરલ વિડિયો કરવામાં આવ્યો હતો. જે વીડીઅો પંચમહાલ જિલ્લા જાગૃત યુવા સંગઠન યુવાન રંગીતસિંહ પગી દ્વારા જોવામાં આવ્યો હતો. જેને લઈને જાગૃત યુવા સંગઠનના દ્વારા સ્થળ તપાસ કરી તાલુકા પંચાયત ખાતે વધુ તપાસ કરવામાં આવી હતી. જેમાં શહેરા તાલુકામાં નાડા ગામે ગ્રામ પંચાયતમાં સ્મશાન હોવાનું જાણવા મળ્યુ હતું. જે અંગે યોગ્ય તપાસ કરી ભ્રષ્ટાચારી સામે કાર્યવાહી કરવાની માંગ અાવેદનમાં કરવામાં અાવી હતી. વધુમાં તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે આ સ્મશાન ઘર બનાયા વગર જો ભ્રષ્ટાચાર થયો હશે તો કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...