ક્રાઇમ:લગ્ન બીજે થતાં પૂર્વ પ્રેમીએ તલવાર લઇ પ્રેમિકાના ઘરે આવીને ધમકી આપી

શહેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝેરી દવા પીવાનું નક્કી કરતાં પ્રેમિકાઅે દવા પીધી, પ્રેમી દવા પીધા વગર જ નાસી ગયો
  • ઉજડા​​​​​​​ ગામે મહિલા ઉપસરપંચના પૂર્વ પ્રેમી દ્વારા મારી નાખવાની ધમકી આપી

ઉજડાના દક્ષાબેન પરમારના લગ્ન પહેલા મહિનામાં છાપરિયા ગામે થયા હતા. તેઓ હાલમાં ઉજડા ગામે ઉપસરપંચનો હોદ્દો ભોગવી રહ્યા છે. લગ્ન પહેલા દક્ષાબેનને ગામના વિપુલ પટેલીયા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પ્રેમસંબંધ ચાલુ હતો એ જ અરસામાં તેઓના લગ્ન નક્કી થયા આથી વિપુલ નારાજ થયો હતો. દક્ષાબેનના લગ્ન થયા બાદ 26મી ફેબ્રુઆરીએ બપોરે ઉપસરપંચને પૂર્વ પ્રેમીએ તેણીને મળવા બોલાવી હતી.

બંને પ્રેમી પંખીડા એકાંતમાં થોડો સમય વિતાવ્યા બાદ પ્રેમી વિપુલે બે શીશી દવાની લાવ્યોનું જણાવ્યું હતું. એમાંની એક શીશી દક્ષાને આપતા તેણે દવા ગટગટાવી ગઈ હતી. જ્યારે વિપુલે દવા ન પીતા ત્યાંથી ભાગી છૂટ્યો હતો. દક્ષા ઘર તરફ પહોંચવાનો પ્રયત્ન કરતા રસ્તામાં જ બેભાન થતા દવાખાને ખસેડી હતી. જ્યાં તબિયતમાં સુધારો થતા અને દવા સારવારના પિતા પાસે પૂરતા રૂપિયા ન હોવાથી પરત ઘરે આવી ગયા હતા.

પૂર્વ પ્રેમીના પરિવારે સારવાર માટે બે લાખની મદદ કરી વાતનો નિકાલ દક્ષાબેનના ઘરવાળાઓએ કર્યોનું દક્ષાબેને જાણ્યું હતું. પરંતુ તેઓ બોલી શકતા નહતા. 2 એપ્રિલે દક્ષાબેનથી બોલાતા તેની જાણ વિપુલને થઈ હતી. સવારના 9.30 વાગ્યે વિપુલ તલવાર લઈ તેણીના ઘરે પહોંચી તે દિવસે તો તું બચી ગઈ પણ આજે તો તને અને તારા ભાઈને કાપી નાખીશ. બાદ વિપુલને તેના પિતા સમજાવી ત્યાંથી લઈ ગયા હતા. ઉપસરપંચે શહેરા પોલિસ મથકે આવી પૂર્વ પ્રેમી વિપુલ મહેશભાઈ પટેલીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...