તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:તળાવમાં માછલી પકડવા ગયેલ યુવકનું ડૂબવાથી મોત

શહેરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરા તાલુકાના નાદરવા ગામ મુખ્ય તળાવનુ પાણી સિંચાઈ તથા અન્ય ઉપયોગ માટે વપરાય છે. તથા સ્થાનિકો દ્વારા આ તળાવમાથી મચ્છી પણ પકડવામાં આવે છે.

જેમાં 1 સપ્ટેના રોજ મકવાણા ફળિયામા રહેતો રાજેશભાઇ ભવાનભાઈ મકવાણા તેમના ઘર માટે મચ્છી પકડવા તળાવમા આવ્યો હતો. પરંતુ રાજેશ પરત ધરે ન ફરતા ઘરના સભ્યો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી. શુક્રવારની સવારે ગામનો વ્યક્તિ દૂધ ડેરીમા દૂધ ભરવા જતો હતો ત્યારે તેને તળાવમાં કોઈ ડૂબી ગયેલું હોય તેવું દેખાયું હતું.

અા વાત વાયુ વેગે ગામમાં ફેલાતા લોકટોળા તળાવ ખાતે ઉમટી પડ્યા હતા. તથા બનાવની જાણ પોલીસ મથકે કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી પહોચી હતી. અને સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. અને જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને મકવાણા ફળીયામાં રહેતા ભવાનભાઈ મકવાણાએ મૃતદેહ લઇ ભવાનભાઈના ઘરેથી રાજેશભાઈની સ્મશાનયાત્રા નીકળી હતી.

અન્ય સમાચારો પણ છે...