તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરા નગરના લીમડી ચોક વિસ્તારમાંથી પોલીસે કતલના ઇરાદે બાંધી રાખેલ 30 જેટલા પશુઓને બચાવી લઈને ગોધરા પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા. પોલીસે રૂપિયા 2,25,000ના પશુઓ સાથે એક વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે. શહેરા નગરના લીમડી ચોક વિસ્તારમાં કતલ કરવાના ઇરાદે પશુઓને બાંધી રાખેલ હોવાની માહિતી જિલ્લા એસ.ઓ.જી પોલીસને મળી હતી. મળેલ માહિતીને હકીકત ગણીને રવિવારની રાત્રીએ પોલીસે ગૌરક્ષકો પ્રજ્ઞેશ સોની અને પ્રતીક હર્ષદભાઈ ખરાદીને સાથે રાખી લીમડી ચોક વિસ્તારમાં વસીમ ખાન માસુમ ખાન પઠાણના ઘર પાસે તપાસ કરતા ઢોર બાંધવાના વાડામાં ગૌવંશોને ઘાસચારો કે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા રાખ્યા વગર કતલ કરવાના ઈરાદે બાંધી રાખેલા મળી આવ્યા હતા.
પોલીસે તમામ પશુઓને બચાવી લઇને પોલીસ મથકે લાવ્યા હતા. જેમા ગાય નંગ 11, વાછરડા નંગ 11, બળદ નંગ 4 અને વાછરડી નંગ મળી કુલ રૂા. 2,25,000ના 30 જેટલા પશુઓને ગોધરા પાંજરાપોળ ખાતે મોકલી દીધા હતા. આ અંગે શહેરા તાલુકા પોલીસ મથક ખાતે એસઓજી પોલીસ હિતેશકુમાર આરતસિંહે નોંધાવેલ ફરિયાદના આધારે વસીમખાન માસુમખાન પઠાણ સામે ગુનો નોંધીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરામાં અને તાલુકાના વિસ્તારમાં રોડને અડીને જાહેરમાં મટન શોપ કોઈપણ મંજૂરી વગર ધમધમી રહ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈજ અસરકારક કાર્યવાહી નહી કરવામાં આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.
ગોધરામાંથી પણ 3 ગૌવંશને બચાવાયા
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસને મળેલી બાતમી મુજબ મરિયમ મસ્જિદ પાછળ આવેલ બિલ્કિશ પ્લોટ નજીક આવેલ બાવળની ઝાડીઓમાં બે ગાય અને એક બળદને ઘાસ ચારો કે પાણીની સગવડ વિના ટૂંકા દોરડા વડે કતલ કરવાના ઇરાદે બાંધી રાખ્યા હતા. પોલીસે સ્થળ પર જઇ પશુઓને બચાવી લીધા હતા, પશુઓ રાખનાર બિલાલ અબ્દુલ રબ દાવ અને ઇમરાન બિલાલ દાવ પોલીસની રેડ દરમિયાન બાઈક પર ફરાર થયો હતો. પોલીસે પશુઓને પાંજરાપોળ મોકલી બંને સામે પશુ સંરક્ષણ સુધારા મુજબ ગુનો નોંધી વોન્ટેડ જાહેર કર્યા હતા.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.