તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામાન્ય સભા:શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા યોજાઇ

શહેરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરા તાલુકા પંચાયત ખાતે ગુરૂવારના રોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાના 30 જેટલા ડેલિકેટ સાથેની આ સામાન્ય સભાનું યોજાઇ હતી.

આ સામાન્ય સભાના સંદર્ભે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. સામાન્ય સભામાં વાડી સીટના સભ્ય જે બી સોલંકી દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયતમાં મંજુર થયેલ ટેન્ડરની જગ્યાઅે અન્યના નામે મટિરિયલના બીલો આપતા હોવાનું જણાવ્યું હતું.

અને શહેરા નગર તથા ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે એવી પણ રજૂઆત કરવામાં આવી હતી. સામાન્ય સભા પૂર્ણ થયા બાદ વાડીના સભ્ય દ્વારા તાલુકા વિકાસ અધિકારી ઝરીના અન્સારીને એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...