તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બામરોલી ગામના બરજોડ ફળિયામાં રહેતા રમેશચંદ્ર લક્ષ્મણભાઈ બરજોડ અંદાજે છેલ્લા 21 વર્ષથી 37 બટાલીયનમાં ફરજ બજાવતા હતા અને હાલ તેઓ બનાસકાંઠાના દાંતીવાડા ખાતે ફરજ બજાવી રહ્યા હતા, જેઓ એક મહિના પહેલા સામાજિક કામ અર્થે પોતાના વતન બમરોલી ખાતે આવ્યા હતા અને રજા પુરી થતા જવાન રમેશચંદ્ર બુધવારે ફરજ પર હાજર થયા હતા જ્યાં પરેડ દરમિયાન તેઓને અચાનક ચક્કર આવતા તેઓ નીચે પડી જતા ત્યાં હાજર જવાનોએ તેઓને સારવાર અર્થે ખસેડયા હતા,
પરંતુ તબીબે જવાન રમેશચંદ્રનું મોત થયાનું જાહેર કર્યું હતું.જેની જાણ તેઓના પરિવારજનોને થતાં ઘેરાશોકની લાગણી છવાઈ હતી અને BSFના જવાન રમેશચંદ્રના પાર્થિવદેહ લેવા માટે પરિવારજનો દાંતીવાડા ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી આર્મીની એક ટુકડી સાથે રમેશચંદ્રના પાર્થિવદેહને આર્મીની ગાડીમાં માદરે વતન આવવા નીકળ્યા હતા,ત્યારે ગુરુવારની મોડી રાત્રિના 12 વાગ્યાના સુમારે જવાન રમેશચંદ્રનો પાર્થિવદેહ શહેરા ખાતે આવી પહોંચતા શહેરાના રિલાયન્સ પેટ્રોલ પંપથી ડી.જે. સાથે BSFના જવાનના પાર્થિવદેહને બામરોલી લઈ જવાયો હતો.
જેમાં બાઈક રેલી સ્વરૂપે શહેરા સહિત આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.અને શુક્રવારના રોજ સવારે 10 વાગ્યા પછી જવાન રમેશચંદ્રની અંતિમ યાત્રા ડી.જે. સાથે કાઢવામાં આવી હતી,BSF જવાનની અંતિમ યાત્રામાં તેઓના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.ત્યારબાદ જવાન રમેશચંદ્રને ૩૭બટાલીયનના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપી તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.આમ રમેશચંદ્ર બરજોડની અંતિમ વિદાય સમયે ડી.જે. દેશભક્તિના ગીતો સાથે વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.