તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:શહેરામાં ન.પાલિકા દ્વારા વધુ 80 દબાણો દૂર કરાયા

શહેરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બીજા દિવસે પણ કામગીરી યથાવત

શહેરામા બીજેા દિવસે નગરપાલિકા ટીમે પોલીસ બંદોબસ્ત સાથે વધુ દબાણો હટાવાની કામગીરી શરૂ કરવામા આવી હતી. જેમા સવારથી બસ સ્ટેશન વિસ્તાર, સિંધી ચોકડી તથા અણીયાદ ચોકડી સુધીના દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી હતી. જેમા પાલિકાની ટીમ સાથે જેસીબી અને ૩ ટ્રેક્ટર દ્વારા 80 ઉપરાંત દબાણો હટાવામાં આવ્યા હતા. દબાણો દુર કરવાની કામગીરીને કારણે સ્થાનિક વેપારીઓમા પર થોડો રોષ જોવા મળતો હતો. આ દબાણો હટાવવામાં નગરપાલિકાના ચીફ ઓફિસર અર્જુનસિંહ પટેલ, સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ, એન્જિનિયર જીગ્નેશ શાહ, જીતુ ભાઈ જોષી શહિત પાલિકાની ટીમ પીઆઈ સહિતના પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણો હટાવ્યા હતા. વેપારી અને પાલિકાના ચીફ ઓફિસર વચ્ચે તુ તુ મે મે સાથે દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો