તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:શહેરા તાલુકામાં નોકરી અપાવાના બહાને 2.94 લાખની ઠગાઈ કરાઇ

શહેરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરા તા.મા નોકરી અપાવાના બહાને ઠગનારને ઝડપ્યો - Divya Bhaskar
શહેરા તા.મા નોકરી અપાવાના બહાને ઠગનારને ઝડપ્યો
  • 4 હજાર લઇ નોકરીની લાલચ અપાતી
  • બે ઈસમો પૈકી એક ઝડપાયો, એક ફરાર

લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે “ એ કહેવતને સાર્થક કરતો બનાવ શહેરા તાલુકામાં સામે આવ્યો છે જેમાં શહેરા તાલુકાના વાંટાવછોડા ગામનો રહીશ લાલાભાઈ અનૂપભાઈ પટેલિયા અને શહેરા કાંકરી વિસ્તારનો અરવિંદભાઈ પી સોલંકી બંને ભેગા મળી શહેરા તાલુકાના અલગ અલગ ગામોમાં રહેતા અને શિક્ષિત બેરોજગાર હોવાથી નોકરીની શોધમાં રહેતા યુવકોને ઉપરોક્ત બંને ઈસમો પૈકી લાલાભાઈ અનૂપભાઈ પટેલીયા એ શિક્ષિત બેરોજગાર યુવકોને પોતે જી.આઈ.એસ.એફ કંપની માં નોકરી કરે છે. તેમાં ભરતી કરવાની હોવાનું જણાવ્યું હતું.

તેની પ્રક્રિયાના ભાગરૂપે નોકરીવાંચ્છુ ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટ્સ આપવાના રહેશે અને તે ઓનલાઈન ભરવાના હોઈ તેની ફી પેટે 4000 રૂપિયા આપવાનું જણાવતા વર્તમાન સમયમાં કોરોના મહામારીને કારણે ધંધા ઉદ્યોગો પર તેની માઠી અસર થઈ છે અને કેટલાયે લોકો બેરોજગાર ફરી રહ્યા છે. ત્યારે નોકરીની લાલચે 4000 રૂપિયા પણ આપી દેવામાં આવ્યા હતા. 16મી જૂનના રોજ આ તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પણ નોકરીનો કોઈ ઓર્ડર ન આવતા તે બાબતની પુચ્છા કરતા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો.

આથી ખટકપુર ગામના વકતા ખાંટ ફળિયાના મનોજ દાજીભાઈ ખાંટ દ્વારા બંને ઈસમો લાલા પટેલિયા અને અરવિંદ સોલંકી વિરુદ્ધ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જોકે લાલા પટેલિયાને તો મંગળવારની રાત્રીએ જ પકડી પાડી પોલીસ ને સોંપી દેવામાં આવ્યો હતો.અને અન્ય અરવિંદ.પી.સોલંકી હાલ ફરાર છે.પોલીસે રિયાદી ની ફરિયાદ ના આધારે વિશ્વાસઘાતનો ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ઠગ દ્વારા પ્રોમિસરી નોટ લખી અાપવામાં અાવતી હતી
લાલા અનૂપભાઈ પટેલિયા દ્વારા અલગ અલગ પ્રોમિસરી નોટ લખી આપવામાં આવી હતી. જેમાં શહેરાના સાડી સમડીના ઇસમના નામે 68000, સલામપૂરાના ઇસમના નામે 32000, શહેરાના ઇસમના નામે 40,500, ભદ્રાલા ગામના ઇસમના નામે 27000, ખટકપુર ગામના ઈસમના નામે 63000 અને ધાંધલપૂર ગામના ઈસમના નામે 63000ની પ્રોમિસરી નોટ લખી આપવામાં આવી હતી.

યુનિફોર્મ અને અાઇ કાર્ડ સાથે યુવાનો પાસે જતો
શિક્ષિત બેરોજગાર નોકરીવાંચ્છુ યુવાનોને નોકરી અપાવવાના બહાને રોકડ રકમનો ચૂનો લગાડનાર વાંટાવછોડાનો રહીશ લાલા અનુપ પટેલીયાની કાર્યપદ્ધતિ કોઈ ને પણ અચંબામાં નાખે તેવી હતી. તે જ્યારે પણ નોકરીવાંચ્છુ યુવકોને મળવા જતો ત્યારે જી.આઈ.એસ.એફ ના બેઝવાળો ખાખી યુનિફોર્મ પહેરીને જતો અને સાથે ઓળખપત્ર (આઈ.કાર્ડ) પણ રાખતો જે કારણે તેના પર કોઈ શક ન કરી શકે.

કેટલા લોકો કૌભાંડમાં સંડોવાયેલા છે
પહેલી નજરે 21 વર્ષીય લાલા અનુપ પટેલિયાની ચહેરાની માસૂમિયત જુઓ તો કોઈ કલ્પી પણ ન શકે કે આવા પ્રકારના કૌભાંડનો આ માસ્ટર માઈન્ડ હશે સાથે જ તેનો જમણો હાથ કોણી નાક ભાગેથી કુત્રિમ બેસાડવામાં આવ્યો છે. જોવું રહ્યું આગામી સમયમાં આમા કોઈ મોટા માથા સંડોવાયેલા છે. શું આ ફક્ત કોઈનું મહોરું છે અને બીજા કેટલા લોકો આ કૌભાંડમાં સંડોવાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...