ક્રાઈમ:કવાલી ગામે ખેતરમાંથી 2 લાખનો દારૂ ઝડપાયો

શહેરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બૂટલેગર-મદદરૂપ થનાર બંને ફરાર

શહેરાના પી આઈ રાત્રી પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે કવાલી ગામનો બુટલેગર બકા દેવાભાઈ પટેલિયાએ તેના મળતીયા દ્વારા દારૂ મંગાવી તેનાજ ગામના ભોપત લક્ષ્મણ બારીઆના ખેતરમાં ડાંગરના ઘાસના ગંજી નીચે છુપાવી રાખેલો છે આથી પોલીસ તપાસ કરતા એક ખેતરમાં ડાંગરના ઘાસના પુળા અસ્તવ્યસ્ત નજરે પડતા તેમાં તપાસ કરતા નીચેથી ખાખી પુઠ્ઠા ના બોક્સમાં દારૂ મળી આવ્યો હતો તેને ખોલી ને જોતા પ્લાસ્ટીકના કવાર્ટરિયા મળી આવ્યા હતા ૨૪૦૦ ક્વાર્ટરિયા કિંમત રૂા.2,40,000/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો.બુટલેગર અને મદદરૂપ થનાર ભાગી છૂટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...