દુર્ઘટના:નરસાણા ગામે બે બાઇક સામ સામે અથડાતાં 1નું મોત

શહેરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
નરસાણા ગામે બે મોટરસાયકલ સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો  જેમાં એકનું મોત થયું હતું. - Divya Bhaskar
નરસાણા ગામે બે મોટરસાયકલ સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું મોત થયું હતું.

શહેરા તાલુકામાં વસ્તીનું પ્રમાણ વધતા ટ્રાફીકની સમસ્યાઅે માઝા મુકી છે. જેને લઇને અવારનવાર અકસ્માતોની ઘટનાઓ બનતી રહે છે. જેમાં ખાસ કરીને વાહનો સામસામે અથડાવાના કિસ્સાઓ વધારે સામે આવી રહ્યા છે. જેમાં નરસાણાના વિષ્ણુભાઈ અરવિંદ પરમાર અને તેમના પત્ની કામ અર્થે ધારાપુર જવા નીકળ્યા હતા.

ત્યાંથી પરત તેમના ગામે નરસાણા આવતા ગામના ત્રણ રસ્તા ઉપર અન્ય અેક બાઇક સવાર પોતાની બાઇક ગફલતભરી ચલાવી વિષ્ણુભાઈની બાઇક સાથે અથડાતા વિષ્ણુભાઇ તથા તેમના પત્નિ રસ્તા પર પટકાયા હતા જેને કારણે ગંભીર ઈજાઓ પહોચી હતી. અકસ્માતની જાણ થતા અાજુબાજુના લોકો દોડી અાવ્યા હતા. ઇજાગ્રસ્તોને 108 દ્વારા સરકારી દવાખાને સારવાર માટે મોકલી અાપ્યા હતા. જ્યા ફરજ પરના તબીબે વિષ્ણુભાઈને મૃત જાહેર કર્યા હતા. શહેરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત કરનાર સામે ગુન્હો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...