તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:રેણામાંથી રૂા.2 લાખના દારૂના જથ્થા સાથે 1 ઝબ્બે

શહેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પંચમહાલ એલસીબી પોલીસે શહેરા તાલુકાના રેણા ગામના મકાનમાંથી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડયો હતો. - Divya Bhaskar
પંચમહાલ એલસીબી પોલીસે શહેરા તાલુકાના રેણા ગામના મકાનમાંથી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડયો હતો.
  • પંચમહાલ LCB પોલીસનો સપાટો
  • પ્રોહિ. મુજબ 3 સામે ગુનો નોંધાયો

શહેરાના રેણા ગામના મકાનમાંથી LCBપોલીસે રૂા.2,31,840નો દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે પ્રોહીબીશન મુજબ ત્રણ સામે ગુનો નોંધીને એક આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરા તાલુકાના રેણા ગામમાં પાણીની ટાંકી પાસે બુટલેગર જયદીપ અર્જુન પટેલિયા વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં સંતાડી રાખીને વેચાણ કરતો હોવાની માહિતી જિલ્લા LCB પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર ધ્રુવરાજસિંહ ચુડાસમાને મળી હતી.

LCB પોલીસે મળેલ માહિતીનાં આધારે બુટલેગર જયદીપે છૂપાવી રાખેલી ઘરમાં તપાસ કરતા દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પકડી પાડેલ રૂા.2,31,840 દારૂના જથ્થાને પોલીસ મથક ખાતે લાવીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી. પ્રોહીબીશન એક્ટ મુજબ ત્રણ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.

જેમાં પોલીસે વિવેક નરેન્દ્રસિંહ શાહ રહે શુભમ ટાવર્સ, ફલેટ સરદાર બગીચાની સામે પાણીની ટાંકી સામે કલોલ જિલ્લો ગાંધીનગરને પકડી પાડ્યો હતો. જ્યારે જયદીપ અર્જુન પટેલીયા રહે રેણા ગામ અને જાવેદ હારૂન મેમણ મહેતાબ સૂફીની પાછળ ઓવરબ્રિજ આણંદને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...