તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહતના સમાચાર:પંચમહાલ જિલ્લામાં શનિવારે કોરોનાનો શૂન્ય કેસ નોંધાયા

ગોધરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં કોરોના કુલ 9609 કેસ : સક્રિય કેસ 3 થયા

પંચમહાલ જિલ્લામાં ગુરૂવારે કોરોનાના 2 કેસ નોંધાયા બાદ શનિવારે કોરોનાનો અેક પણ દર્દી મળી ન અાવતાં જિલ્લામાં શૂન્ય કેસ નોધાતા કુલ 9609 કેસ થયા છે. જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા 3 થવા પામી છે. તથા 9418 દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં શહેરી વિસ્તારોમાં 5529 અને ગ્રામ્ય વિસ્તારોમાં 4080 કેસ નોંધાયા છે. જિલ્લામાં કોવિડથી 71 અને નોનકોવિડથી 119 દર્દીઅો મૃત્યુ પામ્યા હતા. શનિવારે 2869 વ્યક્તીઅોઅે રસી મુકાવતા જિલ્લામાં કુલ 458808નું રસીકરણ થયું હતું.

મહીસાગર જિ.માં 20માં દિવસે પણ કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો
લુણાવાડા. મહીસાગર જિલ્લામાં સતત 20માં દિવસે કોરોનાનો એક પણ કેસ ન નોંધાતા જિલ્લો કોરોનામુકત રહ્યો છે. કુલ 7491 કેસ પોઝિટિવ નોધાયા છે. હાલ જિલ્લામાં એકપણ દર્દી સારવાર હેઠળ નથી. આમ, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7418 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જ્યારે જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે રર વ્યક્તિનું મૃત્યુ થયા છે.

દાહોદમાં સતત 18 દિ’થી જિલ્લામાં શૂન્ય કેસ
દાહોદ. દાહોદ જિલ્લામાં શુક્રવારે પણ કોરોનાના એકેય કેસ નોંધાયા ન હતા. દાહોદ જિલ્લામાં તા.9 જુલાઈના રોજ RTPCR ટેસ્ટના અને રેપીડના તમામ 1665 સેમ્પલોના તમામ રિપોર્ટ નેગેટિવ હોવાનું નોંધાયું હતું. તા.23 જૂનથી લઈને સતત 18 મા દિવસે પણ જિલ્લામાં શૂન્ય કેસ નોંધાયા છે. તો તા.3 જૂને, ગત શનિવારે દાહોદ જિલ્લાના એકમાત્ર સંક્રમિત વ્યક્તિને પણ રિકવરી આવ્યા બાદ સંપૂર્ણ જિલ્લો કોરોનામુક્ત બનવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...