ગોધરામાં મેસરી નદીના કિનારે આવેલ આણંદ ગણેશ તથા મહાદેવના મંદિરમાં વસંતભાઇ શાસ્ત્રી સહિત ભુદેવો દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ પાર્થેશ્વર ચિંતામણી બનાવી શિવ ઉપાસના કરી રહ્યા છે. પાર્થેશ્વર શિવલીંગ બનાવવા માટે દરરોજ કાળી ચિકણી માટીમાંથી નાના-નાના 4200 શિવલીંગ તૈયાર કરી અલગ-અલગ સ્વરૂપ જેવા કે નાગપાશ યંત્ર, ત્રિકોણ મંગળ, કાચબો કૂર્મ, ચોરસ ગુરુમહારાજ, તારા, ધનુષબાણ અને સૂર્યનારાયણની રીતે પાર્થેશ્વર શિવલિંગને આકાર આપી સ્થાપિત કરી પૂજા અર્ચના કરવામાં આવે છે. તેમજ શિવપરિવાર પણ માટીમાંથી બનાવાય છે.
શિવલીંગ ઉપર હાથથી ફોલેલી ડાંગરના આખા ચોખા ચઢાવવામાં આવે છે. આ બનાવવામાં આવેલા શિવલીંગને દરરોજે જળમાં પધરાવી દેવામાં આવે છે. શ્રાવણમાસ દરમ્યાન કુલ 1.25 લાખ પાર્થેશ્વરની શિવપુજા કરવામાં આવે છે. આ પાર્થેશ્વર પુજા વર્ષો જુની પરંપરા મુજબ ચાલી આવી છે. હજુ પણ કેટલાક ધાર્મિક પરિવારોમાં વર્ષો જુની પરંપરા મુજબ પાર્થેશ્વર પુજા કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.