જુગાર:ગોધરામાં નદી પાસે વરલી મટકાનો જુગાર પકડાયો

ગોધરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોધરાના અે ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ
  • પોલીસે 5 જુગારી પકડ્યાં, 7 ફરાર થયાં

ગોધરાના કુબા મસ્જીદ પાસેની મેસરી નદીના પટમાં ખુલ્લી જગ્યામાં મંહમદ રફીક હાજીસત્તાર મિસ્ત્રી અને શાદાબ શકીલ મીસ્ત્રીનાઅો કેટલાક રાઇટરોને બોલાવીને વરલી મટરાનો મોટા પાયે જુગાર રમાડી રહ્યા છે. તેવી બાતમી સ્ટેટ મોનીટરીં સેલને મળી હતી.

સ્ટેટ મોનીટરીંય સેલની પોલીસે મેસરી નદીના પટમાં ખુલ્લી જગ્યામાં દરોડો પાડતા અફરા તફરી મચી જવા પામી હતી. પોલીસે 4 જુગારીઅોને પકડી પાડયા હતા. જયારે 10 જેટલા ઇસમો નદી પટમાં ભાગી ગયા હતા. પોલીસે પીછો કરીને અેક જુગારીને પકડી પાડયો હતો. પોલીસે અમીરઉદ્દીન મયુદ્દીન કાજી, યુસુફ મહંમદભાઇ પઠાણ, અારીફ અૈયુખાન પઠાણ, અલ્તાફ અનવરભાઇ વાધેલા તથા રફીકભાઇ ગનીભાઇ મિસ્ત્રીને પકડી પાડયા હતા.

જયારે વરલી મટકાનો જુગારના સંચાલક મહંમદ રફીક હાજી સત્તાર મીસ્ત્રી અને શાદાબ શકીલ મિસ્ત્રી, અન્ય જુગારીઅો વિનુભાઇ, રણજીતભાઇ , સમીર નજીરભાઇ ભટીયાર તથા મામો નામનો ઇસમ નાસી ગયા હતા. પોલીસે સ્થળ પરથી વરલી મટકાનો રૂપિયા 23400નો મુદ્દામાલ કબજે કરીને ગોધરાના અે ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...