વિવાદ:પાલિકાની બાજુમાં સંપ બનાવવા સામે ટ્રસ્ટે વાંધો ઉઠાવતા કામ બંધ

ગોધરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રસ્ટના સભ્યો સાથે ચર્ચા વિચારણા બાદ પાલિકાએ કામગીરી બંધ કરવી પડી
  • ગોધરા નગરપાલિકાએ રસ્તો બંધ કરાવી પોલીસનો બંદોબસ્ત ગોઠવ્યો

ગોધરા નગરપાલિકા કચેરીને અડીને આવેલી વિવાદીત જગ્યામાં પાલિકાએ નવીન પાણીની ટાંકી બનાવ્યા બાદ સંપ બંનાવની કામગીરી શનિવારે શરૂ કરાતા ટ્રસ્ટના સભ્યોએ પાલિકા સત્તાધીશોને રજૂઆત કરી વાંધો લીધો હતો. અને કામગીરી બંધ કરાવી હતી. પાલિકા દ્વારા સંપ બંનાવની કામગીરી શરૂ કરવામાં આવે તે પહેલા ગોધરા પાલિકાએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત નગર પાલિકાના આખેઆખા રોડ પર તૈનાત કરાવી રસ્તો બંધ કરાવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી રાખી હતી.

પરંતુ પાલિકાએ પહેલેથી જ વિવાદીત આપેલી જગ્યામાં પાણીની ટાંકી બનાવી અને સંપ અન્ય જગ્યા પર બનાવા જતા વિવાદ સર્જાયો હતો. અને આખરે ટ્રસ્ટના સભ્યો સાથે ચર્ચા વિચારણા બાદ કામગીરી બંધ કરવી પડી હતી.ગોધરા ખાતે આેલ પીરા ને પીર હઝરત કુતુબ બદીઉદ્દીન (ર.હ) જિંદાશાહ મદાર છીલ્લા ટ્રસ્ટની જમીન પૈકીની અમુક જમીન ગોધરા નગરપાલિકાને લોકહિત અર્થે પાણીની નવીન ટાંકી બનાવા જેતે સમયે ટ્રસ્ટ દ્વારા ફાળવામાં આવી હોવાનું ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું હતું. ત્યારબાદ ગોધરા નગરપાલિકાએ નવીન પાણીની ટાંકી બનાવાની કામગીરી શરૂ કરી હતી.

પાણીની નવીન ટાંકી બની ગયા બાદ વિવાદીત ફાળવેલી જગ્યામાં નગરપાલિકાએ સંપ ન બનાવતા અને અન્ય જગ્યા પર સંપ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા ટ્રસ્ટના સભ્યોએ વાંધો લીધો હતો. શનિવારે વહેલી સવાર થી નવીન સંપ બનાવાની કામગીરી હાથ ધરવામાં આવતા પૂર્વે પાલિકાએ બંધ કરાવી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાવી દીધો હતો.

જેથી અનિચ્છનીય ઘટના ન બને ત્યાર બાદ ટ્રસ્ટના સભ્યો અને પાલિકા વચ્ચે બેઠકનો દોર શરૂ થયો હતો. જેમાં સંપ બનાવવાને લઈને જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ચર્ચાના અંતે ટ્રસ્ટના સભ્યોએ સંપ બનાવવા મુદ્દે સાત દિવસનો સમય માગતા પાલિકાને કામગીરી બંધ કરવી પડી હતી. અને ટ્રસ્ટના સભ્યોને પાલિકા પ્રમુખે 7 દિવસનો સમય આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...