તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:સીમલા ગેરેજ રોડ પર થયેલા અકસ્માતમાં મહિલાનું મોત

ગોધરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોધરાના ભમૈયા ટોલનાકા થી ભુરાવાવ સુધી ફોરલેન રોડ બનાવવાની કામગીરી શરૂ થઇ છે. ભારે વાહનોની અવરજવર વાળા રોડ પર વારં વાર વાહનો રસ્તા વચ્ચે ઉભા રહેતા ટ્રાફીક જામ પણ થયા છે. ત્યારે ગોધરાના સીમલા ગેરેજ રોડ ઉપર બાઇક ઉપર પતિ પત્ની સવાર થઇને પસાર થઇ રહ્યા હતા. તે દરમ્યાન પુરપાટ અને પુરઝડપે અાવતી ટ્રકે બાઇકને અડફેટે લેતાં પત્નીનું ધટના સ્થળે મોત નિપજયું હતું. જયારે ઇજાગ્રસ્ત પતિને સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માત સર્જીને ટ્રક ચાલક નાસી છુટયો હતો. બનાવ બનતાં બી ડીવીઝન પોલીસ ધટના સ્થળે પહોચીને કાર્યવાહી કરી હતી. મૃતક મહીલાના મૃતદેહ ને ગોધરા હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.ગોધરાના બી ડીવીઝન પોલીસ મથકે નાસી છુટેલા ટ્રકના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser