તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોની કપરી સ્થિતિ:30% જ વરસાદ વરસતાં પંચમહાલ જિલ્લાના 35 સિંચાઇ તળાવોમાં માત્ર 4.5% જ પાણી રહ્યું

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાવાગઢ વડા તળાવને નજીકની નર્મદા કેનાલમાંથી પાણીથી ભરવામાં આવશે. - Divya Bhaskar
પાવાગઢ વડા તળાવને નજીકની નર્મદા કેનાલમાંથી પાણીથી ભરવામાં આવશે.
  • સિંચાઇ તળાવો ખાલી થતાં 500 હે.ની જમીનના પાક પર વિકટ સ્થિતિ
  • કઠોળિયાના સિંચાઇ તળાવને હાઇ લેવલ કેનાલ થકી ભરવામાં આ‌વશે
  • વડાતળાવને નજીકની નર્મદા કેનાલ દ્વારા પાણી પહોંચાડવામાં આવશે
  • ગત વર્ષે આ તળાવોમાં પાણીનો 30% જ જથ્થો ભેગો થઇ શક્યો હતો
  • ખેતી - પશુપાલન કરતા ખેડૂતોની કપરી સ્થિતિ

પંચમહાલ જિલ્લાના નાની સિંચાઇ વિભાગ અંતર્ગત અાવતાં 35 સિંચાઇ તળાવો અાવેલા છે. અા સિંચાઇ તળાવો 25 વર્ષ અગાઉ બનાવાવમાં અાવ્યા હતા. જેથી સીચાંઇ તળાવ અાસપાસના વિસ્તારમમાં કેનાલ મારફતે પાણી પહોચાડીને ખેતીને જીવતદાન અપાતુ હતુ. પણ અા વર્ષે વરસાદે હાથતાળી અાવતાં જિલ્લામાં હજુ 30 ટકા જેટલો વરસાદ નોધાયો હોવાથી જિલ્લાના સિચાંઇ તળાવો નવા નીર ન અાવતાં સિંચાઇ તળાવો પાણી વગર ખાલી ખમ નજરે પડે છે.

જિલ્લાના 35 સિંચાઇ તળાવોમાં લાઇવ સ્ટોક 4.5 ટકા છે. અા તળાવોમાં પશુધન માટે અાર્શીવાદ સામાન હતા. સિંચાઇ તળાવ અાસપાસના વિસ્તારના ખેડૂતોની 500 હેકટરની જમીનના પાકમાં ઉપયોગ બનતું હતું. અા સિચાંઇ તળાવો છેલ્લા 3 વર્ષથી પુર્ણ ભરાતા ન હતા. ગત વર્ષે ફક્ત 30 ટકા જેટલા પાણીનો જથ્થો તળાવોમાં હતો. ત્યારે અા વર્ષે પણ ચોમાસામાં વરસાદ ના અભાવે 35 સિંચાઇ તળાવ ન ભરતાં પશુધન, ખેડૂતો સાથે ગામજનોને પાણીની અગવડ સર્જાશે.

સાૈથી વધુ શહેરા તા.માં 11 સિંચાઇ તળાવો
જિલ્લામાં 35 સિંચાઇ તળાવો અાજથી 25 વર્ષ અગાઉ અાકાર પામેલા હતા. જેનાથી ખેડુતોની 500 હેકટર જમીન લાભ લેતા હતા. જેમાં શહેરા તાલુકામાં 11, મોરવા(હ) તાલુકામાં 3, ગોધરા તાલુકામાં 7, હાલોલ તાલુકામાં 3, ઘોઘંબા તાલુકામાં 9 અને જાંબુઘોડા તાલુકામાં 2 સિંચાઇ તળાવો અાવેલા છે.

બે સિંચાઇ તળાવો ભરાશે
જિલ્લાના મોટા ભાગના સિંચાઇ તળાવો ભરવા માટે કોઇ સુવિધા નથી. જેને લઇને નજીક કેનાલ કે અન્ય સ્થળે તળાવો ભરાઇ શકતા નથી. પણ બે સિંચાઇ તળાવો ભરવાની તૈયારીઅો ચાલી રહી છે. કઠોડીયાના સિંચાઇ તળાવને હાઇ લેવઇ કેનાલ દ્વારા ભરવામાં અાવશે. જયારે વડા તળાવને નજીકની નર્મદા કેનાલમાંથી પાણી પહોચાડીને ભરવાની તજવીજ ચાલી રહી છે. ત્યારે અન્ય તળાવો ભરવા વરસાદની રાહ જોવી પડશે.

અન્ય સમાચારો પણ છે...