તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • With 3 More Positive Cases Reported In Mahisagar, The Total Number Was 2044, While In Panchmahal, Only One Case Of Koro Transition Was Registered, Bringing The Total To 3977.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:મહીસાગરમાં વધુ 3 પોઝિટિવ કેસ નોંધાતાં કુલ આંક 2044 થયો, પંચમહાલમાં કોરોના સંક્રમણનો ફક્ત એક કેસ નોંધાતાં કુલ 3977

ગોધરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુલ 1972 કોરોનાગ્રસ્તો સ્વસ્થ થયા

મહીસાગર જિલ્લામાં ગુરૂવારે ખાનપુર તાલુકાના 1 પુરૂષ, લુણાવાડા તાલુકાના 1 પુરૂષ અને સંતરામપુર તાલુકાના 1પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લામાં કોરોના કુલ 2044 કેસ પોઝીટીવ નોધાયા છે. જિલ્‍લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી કડાણા તાલુકાના 1 પુરૂષ, લુણાવાડા તાલુકાની 1 સ્ત્રી અને 1 પુરૂષે કોરોનાને મહાત આપતાં રજા આપવામાં આવતાં જિલ્‍લામાં અત્યાર સુધીમાં કુલ 1972 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 9 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 36 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 45 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ 127774 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 56 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી 23 દર્દીઓ સ્ટેબલ અને 4 દર્દીઓ ઓક્સિજન પર છે.

પંચમહાલ જિલ્લામાં ગુરૂવારે કોરોના સંક્રમણનો નવો એક કેસ મળી આવ્યો છે. આ સાથે જિલ્લામાં કોરોનાના કેસોની કુલ સંખ્યા 3977 થવા પામી છે. જયારે જિલ્લામાં સક્રિય કેસોની કુલ સંખ્યા 21 થઈ છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. એક માત્ર કેસ જે હાલોલમાંથી મળી આવ્યો છે.શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2910 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1067 કેસ મળી આવ્યા છે. હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3815 થવા પામી છે. જયારે કોવિડથી 69 અને નોનકોવિડથી 71 ના મોત નિપજ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો