ગોધરા રેલ્વે સ્ટેશન પર અગાઉ મુલાતકાતે આવેલા વડોદરા રેલ્વેના ડીઆરએમને ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજીએ વિવિધ 13 જેટલી સુવિધા ઉભી કરવાની રજૂઆત કરી હતી. જેમાંથી મોટા ભાગની માગણી રેલ્વે વિભાગે પૂર્ણ કરીને કામગીરી શરૂ કરવામાં આવી છે. ગોધરા રેલ્વે સ્ટેશનમાં વડોદરા તરફના પ્લેટફોર્મ પર આવતી ટ્રેનના પેસેજન્સ ડબ્બા અને મહિલાના કોચ પ્લેટફોર્મની બહાર ઉભા રહેતા મુસાફરોને ભારે અવગડ પડતી હતી. જેથી રેલ્વે સ્ટેશન પર વડોદરા તરફના પ્લેટફોર્મને 1.50 કરોડના ખર્ચે લાંબા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
વડોદરા ડિવિઝનનો સૌથી મોટો બ્રિજ ગોધરા ખાતે બની રહ્યો છે. 175 મીટર લાંબો અને 7.5 કરોડના ખર્ચે બની રહેલા બ્રિજ પ્લેટફોર્મ 1,2,3 થી લઇને રેલ્વે કોલોની સુધી લાંબો બનશે. સ્ટેશન ખાતે ફૂટ ઓવર બ્રિજ 1.75 કરોડના ખર્ચે બનશે. સાથે પ્લેટફોર્મ નંબર 1 અને 2 પર 8 પેસેન્જર રહી શકે તેવી બે લીફટ મુકવામાં આવશે.
હાલ રેલ્વે સ્ટેશન પર ચાલતી કામગીરીની માહીતી મેળવવા ગોધરા ધારાસભ્ય તથા સ્ટેશન કન્સલટીવ કમિટીના સભ્યો, સીએમએફ મોહસીનભાઇ, એન્જિનિયર વિભાગ સહિતની ટીમ ઉપસ્થિત રહીને કામગીરીનં નિરિક્ષણ કર્યું હતું. ગોધરા રેલ્વે સ્ટેશન પર થતી કામગીરી જૂન 2022 સુધીમાં પૂર્ણ થઇ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.