આવેદન:હાલોલની કંપનીમાં પતિના મોતની તપાસ મામલે પત્નીની રજૂઆત

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિધવાએ પોલીસ વડાને ફરિયાદ કરી

હાલોલની એલેમ્બીક ફાર્મા કંપનીમાં ૩ મહીના પહેલા ઝેરી ગેસના લીકેઝથી મરણ પામેલ પતિના મોતની તપાસ ડીવાયએસપી કક્ષાના અધીકારી પાસે કરાવવા રજુઅાત કરીને અને જવાબદારને સજા કરવા મૃતકની વિધવા પત્નિએ જીલ્લા પોલીસ વડાને લેખીતમાં ફરીયાદ કરેલી છે. મૃતકની વિધવા પત્નિ સપનાબેને જીલ્લા પોલીસ વડાને અાક્ષેપ કરતી ફરીયાદમાં જણાવેલી હતું કે ગત તારીખ 19 ફેબ્રુઅારી 2021ના રોજ મારા પતિ પ્રકાશભાઈ પર્વતભાઈ બારીઆ એલેમ્બીક ફાર્માસ્યુટીકલ લીમીટેડ. એપીલ પ્લાન્ટ 1 પાનેલાવમાં નોકરીના સમયગાળા દરમ્યાન પાવડર મશીન ઓપરેટર તરીકે મશીન પર કામ કરતા હતા.

ત્યારે સાંજના આશરે 4થી 5 દરમ્યાન બેદરકારીથી પ્લાન્ટમાંથી ઝેરી ગેસ લીકેજ થતા મૃતક પ્રકાશભાઈના શ્વાસમાં ઝેરી ગેસ જવાના કારણે તેઓ સ્થળ પરજ બેભાન થઈ ગયેલ હતા. ત્યાં એલેમ્બીક ફાર્માસ્યુટીકલ કંપનીના કલીનીકમાં સારવાર કરેલી પરંતુ તેઓનું ત્યાં ઝેરી ગેસથી ગુંગળાઈ જવાથી મોત થઈ ગયેલ હતુ. તેમ છતા ફરીયાદીના પતિને સારવારના બહાનાથી ડોકટર રાજેશ રવીશંકર પંડયા મારફતે ભાઈલાલ અમીન હોસ્પિટલ વડોદરા મુકામે આશરે પોણા 7 કલાકે લઈ ગયેલા ત્યાં ડોકટરોએ તપાસ કરતા તેમને મરણ પામેલ જાહેર કરેલ હતા. અને ભાઈલાલ અમીન હોસ્પિટલના ડોકટર ધ્રુવ સુથારે હાલોલ પોલીસ સ્ટેશનમાં ફોનથી વરદી લખાવીને અકસ્માત મોતની જાણ કરેલી હતી.

ત્યારબાદ મૃતક પ્રકાશભાઈ પર્વતભાઈ બારીઆનાનું પી. એમ. પણ કરવામાં આવેલ હતું . મૃતકની વિધવાએ કંપનીમાં અને હાલોલ પોલીસને બનાવ સમયના સીસીટીવી ફુટેજ બતાડવા માંગણી કરવા છતા બતાવવામાં આવતા નથી. તેમ છતા આજદીન સુધી મારા પતિનું મોત નીપજાવનાર જવાબદારો સામે હાલોલ પોલીસે કોઈજ તપાસ કરેલ નથી. કોઈ ગુનો પણ દાખલ કરેલ નથી .

તેથી મારા પતિના હાલોલ પોલીસે નોંધેલ અકસ્માત મોત ગુનાની પહેલી ખબર નંબર યુડી/6/21 કેસની તપાસ પંચમહાલ પોલીસના ઉચ્ચ અધીકારી ડીવાયએસપી કક્ષાના ઉચ્ચ અધિકારી દ્વારા કરાવવા અને મોત માટે જવાબદાર તમામ સામે ગુનો દાખલ કરાવા અને ગુનેગારોને યોગ્ય સજા કરાવવા સપનાબેન પ્રકાશભાઈ બારીઆએ જીલ્લા પોલીસ વડાને લેખીતમાં ફરીયાદ કરેલી છે.

અન્ય સમાચારો પણ છે...