તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી તથા SVNIT સુરતનો વેબિનાર યોજાયો

ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઉન્નત ભારત અભિયાનનો ઉદ્દેશ ગ્રામ્ય ભારતનો વિકાસ
 • આ અભિયાનના વિવિધ પાસાની PPT દ્વારા સુંદર રજૂઆત

ગોધરાની શ્રી ગોવિંદ ગુરૂ યુનિ. તથા SVNIT સુરત દ્વારા ઉન્નત ભારત અભિયાન અંતર્ગત વેબીનાર યોજાયો હતો. જેમાં કુલપતિ ર્ડો.પ્રતાપસિંહ ચાેહાણની અધ્યક્ષતામાં પ્રો.અજયભાઇ સોનીની ઉન્નત ભારત અભિયાનના કો.ઓર્ડીનેટર તરીકે નિમણુક કરાઇ હતી. વેબીનારના પ્રારંભમા કુલપતિએ જણાવ્યું હતું કે શ્રી ગોવિંદ ગુરૂ યુનિ. પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા તથા વડોદરાની અંદાજીત 150થી વધુ કોલેજોનો સમાવેશ કરી યુનિ.ની સ્થાપના કરવામાં આવી છે. જેમા મોટાભાગની યુનિ. ગ્રામ્ય વિસ્તારમાં આવેલી છે.

ઉન્નત ભારત અભિયાન અંતર્ગત વિકાસથી વંચીત વિવિધ ગામોની મુલાકાત અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ દ્વારા કરાશે. આ અભિયાન થકી ઉચ્ચ શિક્ષણના લોકો પ્રત્યક્ષ ગામડાની મુલાકાત લઇ ત્યાના પ્રશ્નોનો તાત્કાલીક નિકાલ જ્ઞાન શક્તિ દ્વારા કરી શકાય તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. તથા ઓર્ગેનિક ફાર્મીંગ, મધ ઉછેર કેન્દ્રની સ્થાપના, મશરૂમની ખેતી ગ્રામ્ય આધારીત કૃષિની વાત કરી હતી. ઉન્નત ભારતના SVNITના મેનેજમેન્ટના ર્ડો. જયદિપ વોરા દ્વારા આ અભિયાનના વિવિધ પાસાની PPT દ્વારા સુંદર રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો