હુમલો:પાટીયામાં આડાસંબંધના વહેમે હથિયારથી હુમલો

ગોધરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્તને સારવાર અર્થે વડોદરા ખસેડાયા
  • ​​​​​​​પોલીસ મથકે બે સામે ફરિયાદ નોંધાઇ

શહેરાના પાટીયા ગામે અાડાસંબધનો વહેમ રાખીને બાપ બેટાઅે અેક ઇસમ પર લાકડી, ધારીયા અને પાઇપથી હુમલો કરીને ધારીયાના માથાં અને શરીરે ધા મારીને ઇજાઅો કરી દીધી હતી. ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે વડોદરા હોસ્પિટલ ખસેડાયો હતો. અા અંગેની શહેરા પોલીસ મથકે ફરીાયદ નોધાઇ હતી.

શહેરા તાલુકાના પાટીયા ગામે રહેતા સલીમભાઇ અબ્દુલ લતીફ શેખ ખેતરમાં કામ કરતાં હતા. તે દરમ્યાન અજીતભાઇ કાલુભાઇ ઉફે પુજાભાઇ અહેમદભાઇ શેખ તથા તેમનો પુત્ર શહેજાત અજીતભાઇ શેખનાઅો હાથમાં લાકડીઅો, ધારીયા તથા પાઇપ લઇને અાવીને અાડાસંબધે વહેમ રાખીને સલીમભાઇ સાથે ઝધડો કર્યો હતો.

બાપ તથા બેટાઅે સલીમભાઇને મારી નાખવાના ઇરાદે માથાંના તથા શરીરના ભાગે લાકડા, ધારીયું તથા પાઇપો મારીને ગંભીર ઇજાઅો કરી હતી. ઇજાગ્રસ્ત સલીમભાઇને સારવાર માટે ગોધરા લઇ ગયા બાદ વધુ સારવાર માટે વડોદરા ખાતેની હોસ્પીટલ ખસેડાયા હતા. અા અંગેની પોલીસ ફરીયાદ શહેરા પોલીસ મથકે નોધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...