તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નલ સે જલ યોજના:પંચમહાલના 186 ગામોના 1.22 લાખ ઘરોમાં પાણી પહોંચાડાશે

ગોધરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીડીઓ અર્જુનસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

કલેક્ટર કચેરી, ગોધરા ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં રૂ. 204.22 કરોડના ખર્ચે જિલ્લાના 186 ગામોના 1,22,116 ઘરોને આવરી લેતી યોજનાઓને સઘન ચર્ચા બાદ મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે જ નલ સે જલ કાર્યક્રમ હેઠળ પંચમહાલ જિલ્લાના તમામ ગામોના તમામ ઘરોને 100 ટકા નળ જોડાણની મંજૂરી પ્રક્રિયા પૂર્ણ થઈ છે.

જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડે થયેલા કામો અને પ્રગતિ હેઠળના કામોની ગુણવત્તા સુનિશ્ચિત કરી પ્લાનિંગ હેઠળ લેવાયેલ દરેક ઘરને સંતોષજનક રીતે પાણી મળી રહે છે. તે રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. સરકારી પ્રિમાઈસીસમાં આવેલી જિલ્લાની તમામ આંગણવાડીઓને પણ આવરી લેવા જિલ્લા વિકાસ અધિકારીએ સુચના આપી હતી. બેઠકમાં મંજૂરી માટે રજૂ કરાયેલી 186 યોજનાઓ પૈકી 171 યોજનાઓ નવી યોજનાઓ છે જ્યારે 15 યોજનાઓને સુધારા માટેની મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી હતી.

171 યોજનાઓ પૈકી ગોધરા તાલુકાની 47, મોરવા હડફની 17, શહેરા તાલુકાની 39, જાંબુઘોડા તાલુકાની 10, હાલોલ તાલુકાની 12, કાલોલ તાલુકાની 10 અને ઘોઘંબા તાલુકાની 36 યોજનાઓનો સમાવેશ થાય છે. આ અગાઉ, 76.38 કરોડના ખર્ચે 343 યોજનાઓને મંજૂરી આપવામાં હતી. પંચમહાલ જિલ્લાના 631 ગામો માટે 544 યોજનાઓ બનાવવાની થાય છે, જે પૈકી 87 યોજનાઓ પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે ડીડબલ્યુએસસી માં 367 યોજનાઓ મંજૂર કરી દેવાઈ છે. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર, જિલ્લાના અધિકારીઅો સહિતના સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...