હાલાકી:પાણી પુરવઠા - ગટર વ્યવસ્થા બોર્ડની કચેરીના શ્રમયોગીઓને લાભ ન મળતાં ફેડરેશનમાં ધા

ગોધરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફેડરેશને લાગતા વળગતાઓને નોટિસ મોકલી
  • અધિકારીઓ તથા એજન્સીઓ દ્વારા લઘુતમ વેતન, મળવાપાત્ર લાભ અાપતા નથી : રોજમદારો કાલોલમાં ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનને શરણે ગયા

‌પંચમહાલ તથા મહિસાગર જિલ્લામાં જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ પેટા વિભાગ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં આશરે 300 રોજમદાર તરીકે વર્ષોથી ફરજ બજાવતા આવ્યા છે. પાણી પુરવઠા હેઠળ ચાલતી કામગીરી જે કાયમી ધોરણે કામગીરી ગણાય છે. પ્રજાને રોજેરોજ પીવાનું પાણી પૂરું પાડવાની જવાબદારી સરકાર થાય છે. જે કામગીરી વર્ષના 365 દિવસો ચાલે છે. અગાઉના વર્ષોમાં આ કામગીરી ખાતાકીય કામોમાં સીધી સરકાર દ્વારા ચલાવી હતી.

પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની કામગીરી કેટલીક એજન્સીઓને દ્વિપક્ષીય કરારથી ફક્ત કામદારો લેવા માટે કોન્ટ્રાક્ટ આપેલ છે. કરાર મુજબ શ્રમયોગીઓને લઘુતમ વેતન ધારા મુજબનો પગાર, ઓળખ પત્ર, પગાર સ્લીપ તેમજ મળવાપાત્ર લઘુતમ વેતનધારા મુજબનો પગાર માસની 1 થી 10 તારીખ સુધીમાં ચૂકવી આપવાનુ નક્કી કરેલું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એટલે કે એજન્સીઓને કામગીરી ફાળવી ત્યારથી આશરે 300 જેટલા શ્રમયોગીઓને ખુબ જ ઓછો પગાર એટલે કે કેટલીક જગ્યાએ 6 થી 7 હજાર પગાર ચૂકવાય છે. અને તેમાં પણ પ્રોવિડન્ટ ફંડની રકમ માલિક અને કામદારોની ભેગી મળી 12 ટકા રકમ પીએફની કચેરીમાં સમય મર્યાદામાં જમા કરાવવાની હોય છે જે રકમ શ્રમયોગી નોકરી છોડી જાય ત્યારે એ રકમ તેઓને મળવા પાત્ર થાય છે આ પીએફની રકમ કામદારોના પગારમાંથી એજન્સીઓના પ્રોપરાઇટર દ્વારા કપાત કરી કરી હતી.

જમા નહી કરાવતા મૂળ કોન્ટ્રાક્ટર, સરકારના પ્રતિનીધીઓ, ના. કા.ઇ. તથા કાર્યપાલક ઇજનેર વિગેરે મિલીભગત મળી ગરીબ અને આદિવાસી કામદારોનું ભારે શોષણ કરી રહ્યા છે. અા અંગે અધિકારીઓને રૂબરૂમાં રજૂઆતો કરતાં કામદારો સાથે ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપી તમોને કોઇપણ જાતનો સહકાર આપી શકીએ નહીં જે કાંઈ રજૂઆત કરવી હોય તે રજૂઆત તમો એજન્સીના પ્રોપરાઇટરને કરો તમને કોઈ મદદ કરી શકીએ નહીં. તેવું જણાવતા કામદારોમાં નિરાશા વ્યાપી છે. આ બાબતે બંને જિલ્લાના કામદારોએ સ્ટેટ લેબર ફેડ.ના પ્રમુખ એ.એસ ભોઈએ રજીસ્ટર પોસ્ટ દ્વારા એજન્સી તથા સરકારી અધિકારીઓને નોટિસ આપી સરકારના નિયત કરે લઘુતમ વેતન અધિનિયમ મુજબ નક્કી કરેલ વેતન ચૂકવવું તથા લઘુતમ વેતન મુજબ તથા પગાર તફાવતની રકમ શ્રમયોગી અને ચૂકવી આપવા લાગતા વળગતા અધિકારીઓને નોટિસ આપેલ છે. જે નોટિસની સીધી નકલ જાણ સારું જિલ્લાના સમાહર્તાને પણ મોકલી આપેલ છે.

નોટિસમાં જણાવ્યા મુજબ એજન્સીના માલિક તથા સરકારના અધિકારીઓને કડક સૂચના આપી આદિવાસી કામદારોને નિયત કરેલ લઘુતમ વેતન ચુકવવા તથા તેના તફાવતની રકમ પણ શ્રમયોગીઓને ચૂકવી આપવા સૂચન કરવા તેમજ દ્વિપક્ષીય થયેલ કરારો પૂરેપૂરો અમલ કરવા કરાવવા જણાવ્યુ છે. દિન ૧૫માં આ બાબતે કોઈ યોગ્ય નિર્ણય સરકાર તરફથી લેવામાં નિષ્ફળતા જણાશેતો નહાઈકોર્ટ સમક્ષ દ્વિપક્ષીય કરાર ભંગ બદલ તથા લઘુતમ વેતન ધારાના નિયમોનુસાર સામાવાળા વિરુદ્ધ સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન અથવા તો જાહેર હિતની અરજી કરવાનું પણ નક્કી કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...