તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાઇપ લાઇનમાં લીકેજ:ગોધરા શહેરમાં પાણી પુરવઠો બે દિવસ બંધ

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભામૈયા પાસે પાઇપ લાઇનમાં લીકેજ થતાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ

ગોધરા શહેરને ભામૈયા પાસેની નર્મદા કેનાલમાંથી પાણી લઇને પાઇપ લાઇન દ્વારા શહેરની ટાંકીઓ સુઘી પહોંચાડીને ઘરે ઘરે પહોંચાડાય છે. ત્યારે ભામૈયા પાસે પસાર થતી મુખ્ય પાઇપ લાઇન તુટી જતાં હજારો લીટર પાણી વેડફાઇ ગયું હતું. આ પાણીની પાઇપ લાઇનના લીકેજની જાણ પાલીકા પાણી પુરવઠાને થતાં તેમની ટીમ લીકેજ પુરવા દોડી ગઇ હતી.

પાઇપ લાઇનના લીકેજને લીધે અને મંગળવારે વિજ કાપને લઇને લીકેજની કામગીરી પુર્ણ કરવામાં વિલંબ આવી શકે તેમ હોવાથી પાલીકા દ્વારા 29 જૂન અને 30 જૂનના રોજ શહેરને પાણીનો જથ્થો મળશે નહી તેવી જાહેરાત કરી હતી. પણ પાલીકાની ટીમ દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી શરુ કરતાં જો કામગીરી વહેલી પુર્ણ થઇ જશે તો વહેલો પાણીનો પુરવઠો મળી શકે તેવી સંભાવનાઓ પણ દેખાઇ રહી છે.

પાલીકા દ્વારા બે દિવસ પાણી પુરવઠો બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં ભામૈયા અને કાંટડી પાસેના સંપની સાફ સફાઇને કારણે શહેરને મળતો પાણી પુરવઠાનો સપ્લાય બંધ રાખ્યો હતો. ત્યારે શહેરીજનોને સાત દિવસમાં બે વાર પાણીનો કાપ ઝીલવો પડશે.

કામગીરી પૂર્ણ કરી પાણી પહોંચાડાશે
મુખ્ય પાઇપ લાઇનમાં લીકેજ થતાં બે દીવસ સુધી શહેરમાં પીવાના પાણીનો પુરવઠો બંધ રહેશે. અને મંગળવાર હોવાથી વિજકાપને લઇને કામગીરીમાં અવરોધ અાવી શકે તેમ હોવાની પુરવઠો બંધ રહેશ. પણ વહેલી તકે લીકેજની કામગીરી પુર્ણ કરીને શહેરને પાણીનો પુરવઠો પહોચાડવામાં આવશે. >ભદ્રેશ પંડયા, એન્જીનીયર, પાણી પુરવઠા

અન્ય સમાચારો પણ છે...