તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંગળ બનશે અમંગળ:ગોધરામાં દર મંગળવારે વીજ બાદ હવે પાણીકાપ, વીજકાપથી ત્રસ્ત નગરજનો વેઠશે હવે પાણીનો કાપ

ગોધરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મેન્ટેનન્સ અને વીજકાપથી પાલિકાનો નિર્ણય, રોજ 10 લાખ લિટર પાણીનો વેડફાટ થાય છે
 • મેન્ટેનન્સથી નગરજનો 2 દિવસથી પાણી વિના તરસ્યા રહ્યા

ગોધરા શહેરની નર્મદા કેનાલમાંથી રોજ 25 અેમઅેલડી પાણીનો પુરવઠો શહેરની ટાંકીઅોમાં થઇને લોકોના ઘર સુધી પહોચે છે. નગરમાં પાણી પહોંચાડતા સંપ પાસે ત્રણ હેવી મોટર તેમજ પાણીની ટાંકી પર પાણી ચઢાવવા અન્ય મોટરો મુકેલી હોય છે. તેમજ શહેરમાં અવાર નવાર મુખ્ય પાણી લાઇનમાં લીકેજના લીધે અને વાંરવાંર મોટરના રીપેરિંગના કારણે શહેરમાં પાણીનો પુરવઠો બંધ કરવાની નોબત અાવે છે. મુખ્ય લાઇન અને કામગીરી તથા મેન્ટેનન્સના કારણે પાણીનો પુરવઠો બંધ કરવાથી નગરજનોને મુશ્કેલીઅો વેઠવી પડે છે.

મંગળવાર અને બુધવારે પાણી પુરવઠા વિભાગે મેન્ટેનન્સની કામગીરી કરતાં શહેરને બે દિવસ પાણીનો જથ્થો મળ્યો ન હોવાથી નગરજનો પરેશાન થયા હતા. આમ વીજકાપને લીધે અને વિભાગ દ્વારા મેન્ટેનન્સ કરવા માટે નગર પાલિકા દ્વારા શહેરમાં હવે દર મંગળવારે પાણી પુરવઠો બંધ રખાશે. જેને લઇને ગોધરા શહેરીજનોને દર મંગળવારે શહેરમાં વીજકાપની સાથે દર મંગળવારે પાણીનો કાપ સહન કરવાનો વારો આવશે. નગરજનોને અાગામી ઉનાળામાં તકલીફ ના પડે તે માટે નગર પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વાર હવે દર મંગળવારે મેન્ટેનન્સ કરવા માટે પાણીનો કાપ કરવામાં અાવશે તેમ પાલિકાના પાણી પુરવઠા વિભાગે જણાવ્યું છે. અગાઉ મેન્ટેનન્સ માટે ગમે ત્યારે પાણી પુરવઠો બંધ કરવો પડતો હતો.

ગોધરામાં હાલ 5 હજાર ભૂતિયા નળ જોડાણ છે
ગોધરા નગર પાલિકાએ જલ સે નલ યોજના થકી ભૂતિયા નળ જોડાણ કાયદેસર કરવાની જાહેરાત કરી હતી. પરંતુ તેનો યોગ્ય પ્રતિભાવ મળ્યો ન હતો. ગોધરામાં કુલ 5 હજાર જેટલા ગેરકાયદેસર નળ કનેકશન હોવાનું સર્વેમાં બહાર આવ્યું હતું. જેનાથી પાલિકાને ભારે નુકસાન વેઠવું પડે છે. પાંચ હજાર જેટલા ભૂતિયા નળ કનેકશનથી પાલિકાને આશરે 40 લાખ રૂપિયા વાર્ષિક નુકસાની થાય છે.

મેન્ટેનન્સ માટે દર મંગળવારે પાણી કાપ
નગર પાલિકાની કેનાલમાંથી પાણીની મુખ્ય લાઇનથી પાણીની ટાંકી સુધી લાઇન તેમજ પાણીનો હેવી મોટરો સહિતની કામગીરી કરતાં પાણીનો પુરવઠો બંધ રહેતાં નગરજનોને મુશ્કેલી વેઠવી પડે છે. જેથી દર મંગળવારે વીજ કાપ હોવાથી તે દિવસે મેન્ટેનન્સ સહિતની કામગીરી કરવા માટે હવેથી દર મંગળવારના રોજ શહેરને પાણીનો પુરવઠો મળશે નહીં. - ભદ્રેશ પંડયા, પાણી પુરવઠા અેન્જિનિયર.

પાણીનો બગાડ કરનાર પર કાર્યવાહી કરાશે
શહેરના 25 હજાર જેટલા નળ કનેકશન દ્વારા પાલીકા રોજ 25 અેમઅેલડી પાણીનો જથ્થો પહોચાડે છે. રોજ 25 અેમઅેલડી અેટલે કે 2.50 કરોડ લિટર પાણીના જથ્થામાંથી રોજ અધધ 10 લાખ લિટર પાણીનો જથ્થો વેડફાટ થતો હોવાનું પાલિકાની તપાસમાં અાવ્યું છે. જેમાં પાણીનો વેડફાટ, નળ ખુલ્લા, ટાંકી ઉભરાવી, રોડ- રસ્તા ધોવા તેમજ પાઇપ લાઇન લીકેજ મળીને રોજ 10 લાખ લિટર પાણીનો બગાડ થતો રોકવા પાલિકા નોટિસ આપવા સહિતની કાર્યવાહી કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો