તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્ચ્યુઅલ ઉદ્ઘાટન:શ્રી ગોવિંદ ગુરુ યુનિ.માં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

ગોધરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિદ્યાર્થીઓના ઈનોવેશનને વેગ આપવા નાણાકીય તથા સવલતોની સહાય મળશે
 • ભવિષ્યમાં 100 પેટન્ટ માટે આગળ વધીશું: કુલપતિ પ્રતાપસિંહ

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા તારીખ 8 જાન્યુઆરી 2017ના રોજ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીની જાહેરાત કરવામાં આવી હતી અને પોલિસીની પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. જેમાં જુદી જુદી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં અભ્યાસરત તેજસ્વી વિદ્યાર્થીઓના ઈનોવેશનને વેગ આપવાનું તથા રાજ્યના યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા વિકસશે તેમજ રૂઢિગત શૈક્ષણિક પ્રોજેક્ટને બદલે સમાજ ઉપયોગી પ્રોજેક્ટો, ઉદ્યોગોને ઉપયોગી થાય તથા વિદ્યાર્થીઓને નાણાંકીય તથા સવલતોની સહાય આપી તેમના વિચારને એક પ્રોડકટમાં ફેરવી તેમજ તેની પેટન્ટ લઇ શકાય તે આ પોલિસીનો મુખ્ય હેતુ રહેલો છે.

ગોધરામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે તારીખ 5 ડીસેમ્બરના રોજ યોજાયેલ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી સેન્ટરના વર્ચ્યુઅલ ઉદ્યાટન પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, મંત્રી વિભાવરીબેન દવે, શિક્ષણ સેક્રેટરી અંજુ શમૉ, હાયર એજ્યુકેશનડાયરેક્ટર નાગરાજન, ડેપ્યુટી ડાયરેક્ટર નારાયણ માધુ અને SSIPના સી.ઈ.ઓ મહંતા ઓનલાઇન હાજર રહ્યા હતા. જ્યારે યુનિવર્સિટી ખાતે કુલપતિ પ્રતાપસિંહ ચાૈહાણ, ઇ/ચા. રજીસ્ટાર અનિલભાઇ સોલંકી, આસિ.રજીસ્ટાર પ્રો.ર્ડો.મુકેશભાઇ પટેલ, પ્રો. ર્ડો. અજયભાઇ સોની સહિત હાજર રહ્યા હતા. તથા કોલેજના આચાર્યો, અધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઓન લાઇન જોડાયેલા હતા. સેન્ટરના ઉદ્યાટન પ્રસંગે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે SSIP દ્વારા સમગ્ર દેશમાં જે કામ ના થયુ હોય તેવુ કામ કરવામાં આવે છે.

હાલ કોરોનાની મહામારીના સમયમાં નવા નવા ઇનોવેશનથી પોતાના વિસ્તારમાં રોજી રોટીનું કામ મળી રહેશે અને વડાપ્રધાન નરેન્દ્વ મોદીનું આત્મનિર્ભર ભારતનું સપનું પણ પૂર્ણ કરી શકાશે. વધુમાં વર્ચ્યુઅલ ઉદ્યાટનમાં જોડાયેલા મહાનુભવોએ યુનિ. સંલગ્ન તમામ કોલેજના વિદ્યાર્થીઓને SSIP દ્વારા પોતાનામાં રહેલી સુસુપ્ત શક્તિઓ તથા વિચારોને સાચા અર્થમાં સમાજમાં કઇ રીતે ઉપયોગી થઇ શકે એ અંગે માહિતગાર કર્યા હતા. વધુમાં યુનિ.ના કુલપતિએ જણાવ્યુ હતુ કે આ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓમાં ખૂબ જ આંતરીક શક્તિઓ રહેલી છે જે SSIP દ્વારા વિવિધ ક્ષેત્રે જાગૃત થશે તથા યુનિ. દ્વારા ભવિષ્યમાં IIMના પૂર્વ પ્રો. અનિલ ગુપ્તા સાથે રહી 100 જેટલી પેટન્ટ માટે આગળ વધીશુ. કાર્યક્રમની આભાર વિધી યુનિ.ના ઇ/ચા. રજીસ્ટાર અનિલભાઇ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો