આવેદનપત્ર:વિરપુર- બાલાસિનોરના કોગ્રેસના ધારાસભ્ય દ્વારા નાયબ કલેક્ટરને આવેદન

વિરપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસની માહામરી સર્જાઈ છે ત્યારે આ માહામારીને રોકવા માટે ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવતા ધંધા રોજગાર સંપૂર્ણ રીતે બંધ થતાં ગુજરાતના ગરીબ અને મધ્યમવર્ગના લોકોની આજીવીકા બંધ થઈ જતાં હાલની પરિસ્થિતિમાં પરીવારનું ગુજરાન ચલાવવું ખુબ કઠીન બન્યું છે આ સંદર્ભમાં ગુજરાત રાજ્યના લાંબા લોકડાઉનના પગલે આજીવીકાથી વંચીત અને સામાન્ય પ્રજાની સહાય માટે કોંગ્રેસ પક્ષના વિરપુર બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ દ્વારા આવેદન આપ્યું  

જેમા માર્ચ માસથી જુન મહિના સુધીના વિજબીલ માફ કરવા અને ગરીબ અને મધ્યમવર્ગના તમામ પરીવારોના રહેઠાણ અને મિલકત તેમજ નાના વેપારીઓના ધંધાના સ્થળના વેરા માફ કરવા આવે તેમજ ખાનગી શાળાઓની આગામી શૈક્ષણિક વર્ષની પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવે અથવા સરકાર દ્વારા ફીની રકમની સહાય પુરી કરવામાં આવે સહિતની રજુઆતો સાથે ગુરૂવારે નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...