કાર્યવાહી:ગોકળપુરા ગામમાંથી વિજિલન્સે દારૂ પકડ્યો

ગોધરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂા.27210નો મુદ્દામાલ કબજે કરીને 3 વિરુદ્ધ ગુનો

કાલોલના ગોકળપુરા ગામે મકાનમાં દારૂનું વેચાણ કરતાં સ્ટેટ મોનીટરી સેલ પોલીસે છાપો મારીને દારૂનો જથ્થો પકડી પાડયો હતો. પોલીસે 27 હજારના મુદ્દામાલ કબજે કરીને પકડાયેલા 3 વિરુદ્ધ ગુનો નોધીને કાર્યવાહી કરી હતી. અા અંગેની પોલીસ ફરીયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાવી હતી.

કાલોલ તાલુકાના ગોકળપુરા ગામે રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો મંગાવીને વેચાણ કરી છે. તેવી બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસને મળી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલે ગોકળપુરા ગામે મકાનમાં છાપો મારીને રૂપિયા રૂપિયા 13400નો દારૂનો જથ્થો મળી અાવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, રોકડ રકમ, મોબાઇલ-3 મળીને કુલ 3 નંગ મળીને કુલ રૂપિયા 27210નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે મેહુલ નાયક, વિપુલ ઉફે કાળીયો સામંતસિંહ રાઠોડ તથા સુરેશભાઇ ઉર્ફે જાડો રયજીભાઇ રાઠોડનાઅોને પકડીને તેઅોની વિરુદ્ધ કાલોલ પોલીસ મથકે પ્રોહીનો ગુનો નોંધીને અાગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...