તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગોધરાના ભુરાવાવ વિસ્તારના વાગડીવાસ ખાતે ભીખાભાઇ પન્નાભાઇ વાગડીયા માણસોને બેસાડીને આક ફરકોનો વરલી મટકાનો અને ફુદી ચકલીનો જુગાર રમી રમાડી રહ્યો છે. તેવી બાતમી ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલને મળી હતી. બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસે વરલી મટકાધામ પર છાપો મારતાં અફરાતફરી મચી હતી. પોલીસે આંક ફરકનો જુગાર રમતાં રીતેશ બામણીયા, ટપુ બુજ, ડાહ્યાભાઇ મછાર, કમલેશ ડીડોંર, દેવેન્દ્ર પરમાર, રાહુલ મછાર, કાન્તી ડીડોંર, થાવરદાસ મગણાની, નરેશ કરમચંદાની, ઉત્તમ મકવાણા તથા વરલી મટકાના સંચાલક ભીખાભાઇ વાગડીયાને પકડી પાડયા હતા. પોલીસે અંગજડતી કરતાં રૂા.17,110 તથા રૂા.14500ના મોબાઇલ-9 કબજે કર્યા હતા. સાથે આંકડા લખેલી સ્લીપો પણ કબજે કરી હતી. જુગારનું કટીંગ ગોધરા પાલિકાનો સભ્ય પપ્પી ઉેફે ચેતન પાસે કરાવાતું હોવાનું બહાર આવતાં પોલીસે પપ્પી ઉર્ફે ચેતનને વોન્ટેડ જાહેર કરી 13 વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.