વિવાદ:પોલીસની હાજરીમાં બે ટોળાંનો મારામારીનો વીડિયો વાયરલ

ગોધરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
વેજલપુરની ચલાલી ચોકડી પર બે ટોળાંનો મારામારીનો વિડીયો વાઇરલ થયો હતો - Divya Bhaskar
વેજલપુરની ચલાલી ચોકડી પર બે ટોળાંનો મારામારીનો વિડીયો વાઇરલ થયો હતો
  • વેજલપુરની ચલાલી ચોકડી પર ટોળું બે યુવાનોને મારી રહ્યુ હતું
  • વેજલપુર પોલીસ મથકે મારામારીની ફરિયાદ ના નોંધાઇ

કાલોલ તાલુકાના વેજલપુર નજીક ચલાલી ચોકડી પાસે બે પક્ષો વચ્ચે જાહેરમાં છુટાહાથની મારામારી થઈ હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. કોઇ બાબતને લઇને કેટલાક શખ્સો ભેગા મળી બે યુવકો ને જાહેરમાં લાકડાના દંડા વડે ઢોર મારમારી રહ્યા હોવાનું વિડિયોમાં જોવા મળ્યું હતું. મારામારીની ધટનાની વેજલપુર પોલીસને જાણ થતાં પોલીસની ગાડી પહોચી ગઇ હતી. વિડીયોમાં પોલીસની હાજરીમાં પણ કેટલાક માથાભારે શખ્સો બે યુવકોને માર મારતા જોવા મળી રહ્યા છે.

જાહેર રોડ પર મારમારીથી લોકોના ટોળાં ઉમટી પડયા હતા. તેમ છતાં માથાભારે શખ્સો બેફામ બની મારામારી કરી રહ્યા છે અને હાજર પોલીસ પણ મુકપ્રેક્ષક બની હોવાનું સ્પષ્ટ વિડિયોમાં દેખાઈ રહ્યું છે. જાણવા મળ્યા મુજબ મારમારીની ઘટના અંગત કારણોસર બની છે. જેની અદાવત રાખી બન્ને પક્ષો વચ્ચે છુટાહાથની મારામારી કરતો વિડિયો સોસિયલ મિડીયામાં વાઇરલ થયો હતો. અા બાબતે વેજલપુર પોલીસે હજુ સુઘી કોઇ ફરીયાદ નોંધાઇ નથી તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...