તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ખીલોડમાં મહિલા-પુરુષને ઝાડ સાથે બાંધેલો વીડિયો વાયરલ : 9 સામે પોલીસ કાર્યવાહી

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આડા સંબંધના વહેમે બંનેને ઝાડ સાથે બાંધી દીધા હતા

ઘોઘંબા તાલુકાના એક ગામમાં સ્ત્રી અને પુરુષને ઝાડ સાથે બાંધેલો વિડિઓ વાઇરલ થયો હતો. વાઇરલ વિડિઓની દામાવાવ પોલીસ મથકના પોસાઈ આર. આર.ગોહિલે કરતા વાઇરલ વિડિઓ ઘોઘંબા તાલુકાના ખીલોડી ગામના તડવી ફળિયાનો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ખીલોડી ગામના એક જ કુટુંબના એક મહિલા અને પુરુષ વચ્ચે આડા સંબંધના વહેમે બંનેને ઝાડ સાથે બાંધી દીધા હતા. પોલીસે ઝાડ સાથે બાંધેલા મહિલા અને પુરુષને પોલીસ સ્ટેશન લાગ્યા હતા.

પોલીસ ફરિયાદના આધારે પોલીસે ઝવરા ભાઈ છગન ભાઈ સતોડ, રયલભાઈ સતોળ, કિરણભાઈ ભીખાભાઇ બારીઆ, રંગીતભાઈ સતોળ, સુરેશભાઈ. બારીઆ, ધીમલભાઈ, પ્રકાશભાઈ, હસમુખભાઈ ઉર્ફે મુકેશભાઈ સતોળ તથા બાળકૃષ્ણ ઉર્ફે પયો બારીઆ (સતોળ)નાઓને પોલિસે અટકાયત કરવામાં આવી હતી .પોલીસ મથકના વિસ્તારના ગામોના આગેવાનો સાથે પોલીસે મિટિંગ કરીને આવા બનાવો અટકાવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...