તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:છાણની લાકડીઓ વડે વૈદિક હોળીઓ પ્રગટાવાશે

ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભરૂચ, વડોદરા તથા પંચમહાલમાં છાણના લાકડાની ભારે માંગ
 • છાણથી બનેલા લાકડાઓ હોળીમાં ઉપયોગ થવાથી લાકડાની બચત થશે

આગામી દિવસોમાં હોળીનો તહેવારમાં ઠેર ઠેર હોળી દહનનો કાર્યક્રમ થશે. આ હોળી દહનમાં હજારો ટન લાકડાનો ઉપયોગ થાય છે. તેને બદલે આ વખતે ગોધરામાં હોળી દહનમાં છાણની લાકડાનો ઉપયોગ કરવામાં આવશે. પંચમહાલના ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામે સોમાભાઇ કતલે જતી ગાયોને બચાવીને પોતાની જગ્યામાં એક પાંજરાપોળ બનાવ્યુ છે.

આ પાંજરાપોળમાં 185 જેટલી ગાય રાખવામાં આવી છે. આ 185 ગાયો દ્વારા રોજ 600 કિલો છાણ(ગોબર) નીકળે છે. આ ગોબરનો ઉપયોગ લાકડા તરીકે કરવા સોમાભાઇ પંજાબથી મશીન લાવ્યા છે. આ મશીનથી સોમાભાઇ ગાયના છાણના લાકડા બનાવીને વેચીને જે આવક થાય છે તે પાંજરાપોળની ગાયમાં વાપરે છે. મશીન દ્વારા બનેલા છાણના લાકડા(ગાૈકાસ્ટ)નો ઉપગોય યજ્ઞ તથા સ્મશાનમાં પણ થવા લાગ્યો છે. આ છાણના લાકડાથી આ વખતે વેદિક હોળી કરવા છાણના લાકડાઓનો ઉપયોગ થશે. આ લાકડાઓથી પ્રદુષણ ફેલાતું નથી અને ખર્ચ પણ ઓછો આવે છે. એક છાણનું લાકડુ 10 રૂપિયાનું હોવાથી ખર્ચ પણ ઓછો આવે છે. જેને લઇને છાણના લાકડાની માંગ સુરત, ગાંધીનગરથી આવી રહી છે. સોમાભાઇ પાંજરાપોળની ગાયનું રોજનું 600 કીલો છાણ એક માસ સુધી સંગ્રહ કરી રાખે છે.

બાકરોલમાં હોળી દહન માંટે ઓર્ડેર આવ્યાં છે
પાંજરાપોળની 185 ગાયોનું છાણ ભેગું કરીને મશીનથી છાણના લાકડા બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ હિન્દુ ધર્મના યજ્ઞ, સ્મશાન તથા હોળી દહનમાં વપરાય છે. 10 રૂમાં એક છાણનું લાકડું વેચાણ કરીએ છીએ. છાણનું લાકડું સળગાવાથી વાતાવરણ સ્વચ્છ થતાં મચ્છરનો ત્રાસ દુર થાય છે. ગોધરા, વડોદરા, ભરૂચ સહીત શહેરોમાંથી છાણના લાકડાની માંગ આવે છે. >સોમાભાઇ, પાંજરાપોળ સંચાલક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો