તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ગોધરાના પટેલવાડાના અર્બન કેન્દ્રમાં વેક્સિનેશન કામગીરીની ચકાસણી કરાઇ

ગોધરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાકી વ્યક્તિઅોને વેક્સિનેશન કરાવવાની જાણ કરાઇ
  • 25થી વધુ અાશાવર્કરો પાસે વેક્સિનેશન કરેલા મોબાઇલ નંબરની તપાસ

તાજેતરમાં ગોધરા તાલુકાના સાંપા અારોગ્ય કેન્દ્રમાં મૃતકને રસીકરણ કરીને તેનો મેસેજ મોબાઇલ પર મોકલતા મોટો વિવાદ ઉભો થયો હતો. જેને લઇને બે અારોગ્ય કર્મીની બદલી અને અેકને નોકરીમાંથી બરતરફ કરવામાં અાવ્યો હતો. જેને લઇને વેક્સિનેશન થતી પ્રક્રિયાની અાકસ્મીત તપાસ કરવામાં અાવી હતી. ગોધરાના પટેલવાડા ખાતે અાવેલ અર્બન કેન્દ્રમાં થતી વેક્સિનેશનની કામગીરીની તપાસ કરવા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઅો સવારથી ધામા નાખ્યા હતા. અર્બન સેન્ટર ખાતે વેક્સિનેશનની કરેલી કામગીરીની ચકાસણી શરુ કરવામા અાવી હતી.

જેમાં 25થી વઘુ અાશાવર્કર તથા તેડાધર બહેનોને વેક્સિનેશન મુકાવેલ વ્યક્તિઅોનું લીસ્ટ અાપીને મોબાઇલ નંબર પર કોલ કરીને રસી મુકાવી છે કે નહી તેની પુછપરછ કરવામાં અાવી હતી. અાશરે 1500 જેટલા મોબાઇલ કોલ કરતા કેટલાક વ્યક્તિઅોઅે રસી મુકાવી દીધી જણાવી જયારે કેટલાકના મોબાઇલ બંધ તેમજ રોગ નંબર કરીને ફોન મુકી દીધા હતા. તમામ ડેટાને કોમ્પ્યુટર પર લોડ કરીને રીપોર્ટ બનાવ્યો હતો. સાથે અાશાવર્કરો જેઅોને રસીનો બીજો ડોઝ બાકી હતો તેઅોને મોબાઇલ કરીને બીજો રસીનો ડોઝ મુકવા જણાવ્યું હતુ. રીપોર્ટમાં કોઇ પ્રકારની તુટી જણાઇ અાવશે તો કાર્યવાહી કરવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...