પંચમહાલમાં વરસાદ:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી સર્જાયો કારતકમાં અષાઢી માહોલ

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાવાગઢ ડુંગર પર ધુમ્મસર્યા માહોલથી બદલાયેલા માહોલનો અદભૂત નજારો જોવા મળ્યો હતો. - Divya Bhaskar
પાવાગઢ ડુંગર પર ધુમ્મસર્યા માહોલથી બદલાયેલા માહોલનો અદભૂત નજારો જોવા મળ્યો હતો.
  • શિયાળામાં કમોસમી વરસાદથી ખેડૂતો તથા પશુપાલકો ચિંતામાં
  • ઘઉં તેમજ તુવેરના પાકમાં રોગચાળાની ભીતિ, શરદીના કેસો વધવાની સંભાવના
  • સ્વેટર પહેરવું કે રેઇનકોટ, લોકો અવઢવમાં મુકાયા

ભર શિયાળામાં ચોમાસા જેવો માહલ સર્જાતાં ખેડુતોને માથે આભ તુટી પડયું હતું. વેસ્ટન ડિસ્ટર્બન્સને પગલે પંચમહાલ જિલ્લામાં પણ તેની અસર જોવા મળી હતી જેને પગલે ગુરુવારની મોડી રાત્રીથી વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદ ધીમી ધારે વરસી રહ્યો હતો. જે શુક્રવારે દિવસ દરમ્યાન પણ ચાલુ રહેતા લોકો સ્વેટર પહેરવુ કે રેઇન કોટ તેની અવઢમાં હતા. ગોધરામાં પણ વરસાદના પગલે લોકો રેઇન કોટ તથા છત્રી સાથે જોવા મળ્યા હતા. જ્યારે બીજી તરફ જિલ્લાના તમામ તાલુકાના ખેડુતો શિયાળાની ઋતુમાં વાદળછાયા વાતાવરણ અને વરસેલા કમોસમી વરસાદને લઇને ચિંતામાં મુકાયા છે.

ફતેપુરા તાલુકામાં ગુરુવારે તથા શુક્રવારે કમોસમી વરસાદ વરસતાં ઠેરઠેર પાણી ભરાઇ જવા પામ્યા હતાં.
ફતેપુરા તાલુકામાં ગુરુવારે તથા શુક્રવારે કમોસમી વરસાદ વરસતાં ઠેરઠેર પાણી ભરાઇ જવા પામ્યા હતાં.

ખેડૂતો દ્વારા ખેતરમાં અને ઘરઆંગણે રાખેલ ઘાસચારો પલળી જવાથી ખરાબ થઈ જવા પામ્યો છે, જેને લઈને ઘાસચારા વગરના બન્યા છે. તો બીજી તરફ તુવેર અને ઘઉં જેવા પાકોમાં જીવાત અને રોગ આવવાની પણ ભીતિ સેવાઈ રહી છે. પંચમહાલ જિલ્લાના હાલોલ અને શહેરા તાલુકામાં સૌથી વધુ 10 એમ એમ વરસાદ તેમજ કાલોલમાં 4 એમ એમ, ગોધરામાં 3 એમ એમ કમોસમી વરસાદ નોંધાવા પામ્યો છે. જિલ્લાના કાલોલ , શહેરા તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાં ખેતરમાં કાપણી કરીને રાખેલ તેમજ ઘરઆંગણે રાખેલ ઘાસચારો ખરાબ થઈ જવા પામ્યો છે. શરદીના કેસલો વધવાની સંભાવનાઓ છે.

દાહોદ એ.પી.એમ.સી.માં અનાજ પલળતાં નુક્સાન થયું હતું.
દાહોદ એ.પી.એમ.સી.માં અનાજ પલળતાં નુક્સાન થયું હતું.

હાલોલ પંથકમાં ભરશિયાળે ચોમાસાનો માહોલ સર્જાયો
હાલોલ નગર સહિત તાલુકા પંથકમાં માવઠું થતા કમોસમી વરસાદ ખાબકતા વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો. જેને લઈ જનજીવન ભારે અસ્તવ્યસ્ત થઇ જવા પામ્યું હતું. બજારોમાં રોજીંદી ચહલપહલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે કેટલાક ધંધાર્થીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. તાલુકા પંથકમાં પણ કમોસમી માવઠાને પગલે ખેતરોમાં વાવેલા ઉભા કોને નુકસાન થવાની ભીતિ ધરતીપુત્રોએ વ્યક્ત કરી હતી. અને ખેતરોમાં વાવેલા પાકોને બચાવવા દોડધામ કરી મૂકી હતી.

અન્ય સમાચારો પણ છે...