ધરપકડ:લાલપુરીના ખેતરમાંથી 14 કિલો ગાંજાના છોડ સાથે બે ઝડપાયા

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોઘબા ના લાલપુરી ગામેથી ગાંજો સાથે બે ઝડપાયા. - Divya Bhaskar
ઘોઘબા ના લાલપુરી ગામેથી ગાંજો સાથે બે ઝડપાયા.
  • રાજગઢ પોલીસ મથકે ગુનો નોધીને કાર્યવાહી કરાઇ

લાલપુરીગામે માતાવાળા ફળીયામાં રહેતાં અર્જુનસિંહ ભુપતસિહ પરમાર તથા બિપીનભાઇ જાલમસિંહ પરમારનાઓ પોતના કબજાના ખેતરમાં લીલા ગાંજાના છોડ ગવારના ઉભા પાકમાં વાવીને મોટા કરીને બંને જણા નાર્કોટીકસને લગતી પ્રવૃતિ કરે છે. તેવી બાતમી ગોધરા એસઓજી પીઆઇ એમ.પી પંડયાને મળી હતી.

એસઓજી પોલીસે બાતમીવાળા ખેતરમાં રેઇડ કરીને તપાસ કરતાં ખેતરમાં ગવાર અને રીગણાંના ઉભા પાક વચ્ચે ગાંજાના છોડ ઉગાડેલા હતા. પોલીસે ખેતરમાંથી ગાંજાના 111 છોડ મળી આવ્યા હતા. ગાંજાના છોડનું વજન 14 કિલોગ્રામ જેની કીમંત 1.40 લાખ નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. પોલીસે ખેતરમાંથી બંને પકડી પાડીને તેઅોની વિરુદ્ધ એન.ડી.પી.એસ.એ એકટની કલમ મુજબ રાજગઢ પોલીસ મથકે ગુનો નોધીને કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...