ક્રાઇમ:ગોધરામાંથી 22.98 લાખના મુદ્દામાલ સાથે બે તાડપત્રી ચોર ઝડપાઇ ગયા

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ-ગોધરા પોલીસનું સંયુકત ઓપરેશન
  • વાપીની ચોરીનો ભેદ ઉકેલ્યો

ગોધરાના પ્રખ્યાત તાડપત્રી ચોરે હાઇવે રોડ ઉપર ઉભેલી વાહનોની તાડપત્રી કાપીને તેની અંદર મુકેલા કિમતી સામાનની ચોરી કરવામાં માહિર છે. ગોધરાના તાડપત્રી ગેંગે વાપી પોલીસ મથકની હદમાં ચોરી કરી હતી. જેની ફરીયાદ વાપી પોલીસ મથકે નોધાઇ હતી. વલસાડ ચોરીના તાર ગોધરાના તાડપત્રી ગેંગ સુધી પહોંચ્યા હતા. વલસાડ એસઓજી તપાસ અર્થે ગોધરા આવી તાડપત્રી ગેંગને પકડવા ગોધરા એલસીબી પાસે મદદ માંગી હતી.વલસાડ એસઓજી, એલસીબી તથા બી ડીવીઝનના સ્ટાફે તપાસ કરીને ચોરીમાં સંડોવાયેલા તાડપત્રી ગેંગના બે સભ્યો મેહબુબ ઉર્ફેે કાળા સીદ્દીક ચાંદલીયા અને ઉંમર ફારુક મુસા ચરખાને પકડી પાડયા હતા. તેઓની પાસેથી ગુનામાં વપરાયેલી ટ્રક , સેવસોલ , હીરો કંપનીના ઓઇલ , ગ્રીસના બોકસ,બેરલો તેમજ રોકડ રકમ મળીને કુલ 2298992નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગોધરાના તાડપત્રી ગેંગના બે સભ્યોને પકડીને વાપી પોલીસ મથકની ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...