તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ઘોઘંબાથી 5.6 કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા

ગોધરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
કાટું ચોકડી પાસેથી ગાંજાના જથ્થા સાથે પોલીસે બેને ઝડપી પાડ્યા. - Divya Bhaskar
કાટું ચોકડી પાસેથી ગાંજાના જથ્થા સાથે પોલીસે બેને ઝડપી પાડ્યા.
 • દામાવાવ પોલીસ મથકે ગુનો નોંધાયો

પંચમહચાલ જિલ્લામાં ગાંજાના વેચાણ અને ખેતીના બનાવો માં વધારો થયો છે. પોલીસ દ્વારા અાવા ગેરકાયદેસર રસતે ગાંજાનો વેપલો કરનારને પકડીને તેઅોની સામે કડક કાર્યવાહી કરે છે. ત્યારે ઘોઘંબા તાલુકામાં બે ઇસમો ગાંજાના જથ્થો પકડી જવાનો બનાવ નોધાયો છે.ઘોઘંબાની દામાવાવ પોલીસને બાતમી મળી કે કાટું ચોકડી પાસેથી અેક કારમાં ગાંજાના જથ્થા સાથે બે ઇસમો પસાર થવાના છે. તેવી બાતમીના અાધારે દામાવાવ પોલીસે કાટું ચોકડી પર નાકાબંધી કરી હતી.

બાતમીવાળી કાર અાવતાં તેને રોકીને કારની અંદર બેસેલા દે. બારીયા તાલુકાના સંજયભાઇ નરવતભાઇ રાઠવા અને વિનોદ ઉફે ભટુ રમેશભાઇ બારીઅાને પકડી પાડયા હતા. પોલીસે કારમાંથી અેક થેલો મળી અાવ્યો હતો. થેલામાં તપાસ કરતાં પાસ પરમીટ વગરનો 5.667 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી અાવ્યો હતો. પોલીસે કાર અને 56 હજારનો ગાંજો કબજે કરીને બંને ઇસમો વિરુદ્ધ દામાવાવ પોલીસ મથરે અેન.ડી.પી.અેસ.અેકટ નો ગુનો નોધીને કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો