તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પરવડી ચોકડી પાસે બાઇક પર દારૂ સાથે 2 જણાં પકડાયા

ગોધરા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • કુલ રૂા. 53710નો મુદ્દામાલ કબજે લીધો
 • ગોધરા તાલુકા પોલીસ મથકનો પ્રોહીનો ગુનો

મોરવા(હ)ના સંતરોડ બાજુથી બાઇક ઉપર દારૂનો જથ્થો લઇને ગોધરાની પરવડી ચોકડી પરથી વડોદરા તરફ જવાના છે. તેવી બાતમી ગોધરા તાલુકા પોલીસને મળી હતી. બાતમીના આધારે તાલુકા પોલીસે પરવડી મહુલીયા તરફના રસ્તા પર નાકાબંધી કરી હતી. બાતમીવાળી બાઇક આવતાં પોલીસે બાઇક ઉપરના થેલામાં તપાસ કરતાં રૂા. 27300નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે બાઇક ઉપર આવેલા દશરથભાઇ કાનજીભાઇ ભુરીયા તથા આનંદભાઇ સેવાભાઇ ગણાવાઓને પકડી પાડવામાં આવ્યાં હતા. પોલીસે મોબાઇલ ઉપરાંત દારૂનો જથ્થો અને બાઇક મળીને રૂપિયા 53710નો મુદ્દામાલ કબજે કરીને ગોધરા તાલુકા પોલીસ મથકે બે વિરુદ્ધ પ્રોહિનો ગુનો નોધીને તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો