પથ્થરમારો:પૈસાની ઉધરાણી બાબતે બે ટોળાંનો સામસામે પથ્થરમારો

ગોધરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાના પાવર હાઉસ સામે તિરગરવાસમાં પૈસા બાબતે પથ્થરમારો થતાં પોલીસ દોડી આવી હતી. - Divya Bhaskar
ગોધરાના પાવર હાઉસ સામે તિરગરવાસમાં પૈસા બાબતે પથ્થરમારો થતાં પોલીસ દોડી આવી હતી.
  • પથ્થરમારામાં ત્રણને ઇજા થઇ જ્યારે એક તલવારથી ઇજાગ્રસ્ત
  • પોલીસ દ્વારા કોમ્બિંગ કરીને 20 વ્યક્તિઓની અટકાયત કરાઇ
  • ગોધરાના પાવર હાઉસ સામે સર્જાયેલાં પથ્થરમારાને લઇને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો

ગોધરાના પાવર હાઉસ સામે તિરગરવાસમાં રાત્રે પૈસાની ઉધરાણી બાબતે બે ટોળાં સામ સામે પથ્થરમારો કરાયો હતો. બે ટોળાં સામ સામે આવી એકને તલવારથી હુમલો કરતાં ઇજાગ્રસ્ત થતાં હોસ્પીટલ ખસેડાયો હતો. પથ્થરમારાની ઘટના બનતાં પોલીસનો કાકલો પહોંચીને મામલો થાળે પાડયો હતો. પોલીસે કોમ્બીંગ કરીને 20ની અટકાયત કરી હતી.  

ગોધરાના પાવર હાઉસ વિસ્તારના તિરગરનાં પ્રમોદભાઇ મકવાણા પાસે પપ્પુ ગરગડી તથા અન્ય હરીજનવાસના માણસો પૈસાની ઉધરાણી કરવા ગયા હતા. પૈસાની ઉધરાણીમાં બનેં ટોળાં વચ્ચે ગાળા ગાળી અને ધમકીઓ આપ્યા બાદ બંને ટોળાં સામ  સામે આવીને પથ્થરમારો કરતાં અફરાતફરી મચી હતી. પથ્થરમારામાં 3ને ઇજા થઇ હતી. જયારે મયુરભાઇ પરમારે તલવાર લઇને સંજયભાઇ સોલંકીને માથાં ભાગે મારતાં  તેને ઇજા કરી હતી.

પોલીસને બનાવની જાણ થતાં એ ડીવીઝન, બી ડીવીઝનનો પોલીસ કાફલો દોડી આવીને મામલો થાળે પાડ્યો હતો. પોલીસ રાત્રે કોમ્બિંગ કરીને 20ની અટક કરી હતી. પોલીસ બદોબસ્ત ગોઠવી દીધો હતો. ગોધરાના બી ડીવિઝન પોલીસ મથકે પથ્થરમારો અને હુમલાની સામસામે ફરીયાદ નોધાઇ હતી.

પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાઇ
મહેશભાઇ મકવાણા, પ્રમોદભાઇ મકવાણા, કાૈશલ પરમાર, મનોજ પરમાર, મહેશભાઇ પરમાર, રવિ પરમાર, રમેશભાઇ પરમાર, ઉમેશભાઇ પરમાર, અર્જુનભાઇ પરમાર, ગીરીશકુમાર મકવાણા, સંજયભાઇ મકવાણા, કલ્પેશભાઇ મકવાણા, મયુરભાઇ પરમાર તથા બીજા 13 જેટલો ઇસમો રહે તમામ તીરગરવાસ તથા પપ્પુ ગરગડી અને તેના બે ભાઇઓ, પપ્પુ ગરગડીનો ભત્રીજો, સંજયભાઇ સોલંકી, દિપક, રાહુલ સોલંકી તથા બીજા 20 ઇસમોનું ટોળાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...