તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગોધરામાં અનેક ચોરીમાં સંડોવાયેલા ચડ્ડી બનિયાન ગેંગના બે ઝડપાયા

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરફોડ ચોરીના 3 અનડિટેકટ ગુના ડિટેકટ કરવામાં આવ્યા

ગોધરા શહેર બી ડીવીઝનના પોલીસ ઇન્સ્પેકટર એચ.એન.પટેલને ખાનગી રાહે બાતમી મળી હતી કે હોકલાની વાડી ખાતે ચોરી કરવા આવેલ વ્યક્તિઅો ગોધરા જહુરપુરા ખાતે ફુગ્ગા વેચવા માટે ઉભેલ છે. જે બાતમી આધારે પો.સ.ઇ. એન.એમ.રાવત તથા પો.સ.ઇ.એન.આર.રાઠોડ તથા ડી . સ્ટાફના માણસો બાતમી વાળી જગ્યાઅે જતા બે વ્યક્તિઅો ફુગ્ગા વેચતા હતા તેઅોને પકડી પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરતા શંકાસ્પદ લાગતા તેઓને પો.સ્ટે. લાવી વધુ પુછપરછ કરી સી.સી.ટી.વી. ફુટેજના વિડીયો બતાવવા બંન્ને વ્યક્તિઅોઅે ગુન્હો કરેલ હોવાની કબૂલાત કરી હતી.

તેમજ ગોધરા વિસ્તારમાં અન્ય જગ્યાઓએ પણ ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા ચોરીની કોશીશ કરતા પ્રેમસુત દૂધસિંહ ગોપી જાતે ચમાર ઉ.વ .૩૫ રહે.કનેરી તા.ગુના થાના.ધનોદા જી.ગુના ( મધ્યપ્રદેશ ) તથા સિકંદર બાલચંદ ચમાર ઉં.વ .૪૦ રહે . જગનપુરા તા.જી.ગુના ( મધ્યપ્રદેશ )એ અા ગુના સિવાય ગોધરાના દયાળ કસ્બા ગામમાં આવેલ કોલેજ પાછળના વિસ્તારમાં આવેલ સોસાયટીમાં આવેલ બંધ મકાનનો નકુચો તોડી ચોરી કરી હોવાનું તથા ગોન્દ્રામાં ટી.વી.સ્ટેશન વિસ્તારમાં આવેલ એક બંધ મકાનનું તાળુ તોડી ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા કાર્યવાહી હાથ ધરી છે. ગોધરા બી ડિવીઝન પોલીસે 3 અનડીટેકટ ગુના ડીટેકટ કર્યા.

અન્ય સમાચારો પણ છે...