ક્રાઈમ:ટીંબાની મુવાડી ગામેથી બે લાખનો દારૂ ઝડપાયો

ગોધરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ દ્વારા 5 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

ગોધરા એલસીબી પીઆઇને ચોક્કસ બાતમી મળેલ કે ધાણીત્રા ફતાકાકાના મુવાડા તા.ગોધરાનો રહેવાસી વિક્રમભાઇ કાળુભાઇ બારીઆ એક ટ્રકની અંદર વિદેશી દારૂની પેટીઓ મુકેલ તે છબનપુરથી કાલીયાવાવ થઇ પધાણીત્રા ફતાકાકાના મુવાડા ગામે જનાર છે. જેથી ટીંબાની મુવાડીમાં નાકાબંધી કરતા નાકાબંધી કરી હતી.

ત્યારે બાતમી મુજબની ટ્રક  આવતા સરકારી વાહનને થોડે દુરથી જોઇ ટ્રકના ચાલકે ટ્રક રોડ ઉપર ઉભી કરી દિધેલ અને ટ્રકનો ચાલક તથા બીજો એક ઇસમ કુદકો મારીને ભાગ્યો હતો. તને પકડવા પોલીસે પીછો કરતા તે અંધારામાં જંગલ તરફ ભાગવા લાગેલ તે દરમ્યાન બેટરીના અજવાળે જોતા એક ઇસમ વિક્રમભાઇ કાળુભાઇ બારીઆ હતો. પોલીસે  ટ્રકમાં જોતા દારૂની કવાટરીયાની જેની કિમત કિ.રૂ.2,04,000નો પ્રોહી મુદ્દામાલ તથા ટ્રક કિ.રૂ.3 લાખ મળી કુલ રૂ.5,04,000નો મુદ્દામાલ કબજે કરી વિક્રમભાઇ બારીઆ તથા ટ્રકના ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...