ધરપકડ:લીલેસરામાં વીજકંપનીમાંથી ચોરેલા 175 કિલો વીજતાર સાથે બે ઝબ્બે

ગોધરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોધરાના રહેમતનગરમાં રહેતાં ઇસમને ઝડપી પડાયો
  • 5 ચોરોઅે​​​​​​​ ભેગા મળીને ~38500ના વીજતારની ચોરી કરી

લીલેસરા જીઇબીમાંથી 18 ડીસેમ્બરે રાતે કચેરીમાં અજાણ્યા ચોરોઅે રૂા.38500ના 175 કિલો વિજતારની ચોરી થયાની ફરીયાદ ગોધરાના બી ડીવિઝન પોલીસ મથકે નોધાઇ હતી. ગોધરા અેલસીબી પીઅાઇને બાતમી મળી કે ગોધરાના રહેમતનગરમાં રહેતા મુસ્તકીમ અેહમદ પીરખાનાઅો તેના ધરે ઇલેકટ્રીક વિજ થાંભલાની લાઇનના અેલ્યુમીનીયમના વિજ તાર કોઇક જગ્યાઅેથી મંગાવીને ટેમ્પીમાં ભરીને સગેવગે કરવાની પેરવી કરી રહ્યા છે. તેવી બાતમીના અાધારે અેલસીબી રેહમતનગરમાં બાતમીવાળા ઘરે તપાસ હાથ ધરી હતી.

પોલીસે સોયેબ મહેબુબ જીના તથા મુસ્તકીમ અહેમદ પીરખાનાઅોને પકડી પાડયા હતા. પોલીસે ટેમ્પા અને રૂા.38500ના 175 કિલો વિજ તારનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે બંનેની પુછપરછ કરતાં અમે બે તથા મહેબુબ સુલેમાન કોલા ઉફે ટુમલી, સુફીયાન મહેબુબ ભટુક ઉફે બોડો અને નિસાર અનવર બદામ ઉફે જંગલીયો ભેગા મળીને ગોધરાના લીલેસરા જીઇબીમાંથી અેલ્યુમિનિયમ વાયરનું ગુંચળું ટેમ્પીમાં ભરીને ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...