તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાતમાં સરકારી તેમજ ગરીબ વર્ગોની જમીનો પર ખોટી રીતે ગેરકાયદેસર કબજો જમાવનારા માથાભારે તત્વો સામે સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાવવામાં આવ્યો છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં કલેક્ટર અમિત અરોરાની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે લેન્ડ ગ્રેબિંગ એક્ટ-2020 હેઠળ તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. જેમા પંચમહાલમાં બે ફરિયાદ નોંધવામાં આવી છે. અને એફઆઈઆર કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે.
જેમા પ્રથમ કિસ્સામાં દેવગઢ બારિયાના હુસેન મોહમ્મદ અબ્દુલ્લા જાડીની દયાળ ગામ ખાતેની સર્વે 46/2 પર આવેલ જમીનમાં ભળતા નામ ધરાવતા કેટલાક શખ્સો દ્વારા ખોટા સોગંદનામા અને ખોટા પેઢીનામા રજૂ કરી વારસાઈ દાખલ કરાવવા અંગે ફરિયાદ કરવામાં આવી છે. લેન્ડ ગ્રેબિંગ સમિતિ સામે અરજદારની રજૂઆત બાદ ચકાસણી કરાતા ખોટા સોગંદનામા અને ખોટા પેઢીનામા દ્વારા વારસાઈ દાખલ કરવા અંગેની વિગતો સાચી જણાતા સમિતિએ સુલેમાન ઈબ્રાહિમ જાડી, ઈમરાન ઈબ્રાહિમ જાડી સહિતના 10 પ્રતિવાદીઓ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-2020 અંતર્ગત એફ.આઈ.આર. દાખલ કરવા ઠરાવ્યું હતું. તથા અન્ય એક કિસ્સામાં સમિતીએ અરજદાર જસપાલસિંહ સોલંકીની શહેરા તાલુકાના વલ્લવપુર ખાતે સર્વે નં 816 પર આવેલી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી બેઠેલ જશવંતસિંહ સોલંકી સામે પણ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવા સમિતિએ ઠરાવ્યું હતું.
જશપાલસિંહે ગીરો પેટે લીધેલ રકમ પંચો સમક્ષ ચૂકવી અસલ ગીરોખત પરત મેળવી લીધા બાદ પણ પ્રતિવાદી દ્વારા અનધિકૃત રીતે કબજો જમાવ્યો હોવાનું સમિતીને જણાતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવા સમિતિએ ભલામણ કરી હતી. સમિતિની બેઠક 1 ફેબ્રુઆરી, 2021ના રોજ યોજાઈ હતી. વધુમાં કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું છે કે સરકારી જમીન, ગૌચરની જમીન કે ગરીબ વર્ગની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડનારા તમામ વિરૂદ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.