કાર્યવાહી:બે બૂટલેગરો પાસા હેઠળ સુરત જેલમાં ધકેલી દેવાયા

ગોધરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાવડીબુઝર્ગ, ગોદલીના બૂટલેગર પર કાર્યવાહી

પંચમહાલ જિલ્લા પોલીસવડા ડો.લીના પાટીલની સૂચનાથી અેલસીબી પીઅાઇ જાડેજાઅે અોકટોબર-21 થી અત્યાર સુધી 8 બુટલેગરો પર પાસાની કાર્યવાહી કરવા દરખાસ્ત મોકલી હતી. હાલમાં વાવડીબુઝર્ગનો બુટલેગર કનુભાઇ બારીયા સામે ગોધરા તથા મોરવા હડફમાં દારૂના 4 ગુના નોધાયેલા છે. જયારે ગોદલી ગામનો બુટલેગર ભોદુભાઇ રાઠવાની વિરુદ્ધમાં દામાવાવ તથા રાજગઢ મથકે દારૂના 9 ગુનાઅો દાખલ થયેલ છે.

અા બંને બુટલેગરો સામે કાર્યવાહી કરવા અેલસીબી પાસાની દરખાસ્ત મેજીસ્ટ્રેટને મોકલતાં પાસા દરખાસ્ત મંજુર થતાં બંને ની પાસાધારા હેઠળ અટક કરી સુરત જેલમાં મોકલી અાપ્યા છે. વર્ષ 2021 માં પંચમહાલ જિલ્લામાંથી 14 અસામાજીક તત્વોને પાસા હેઠળ અટકાયત કરીને મધ્યસ્થ જેલમાં મોકલી અાપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...