ધરપકડ:તલોદથી 4.43 લાખની સોપારી ભરેલી ટ્રક ચોરનાર બે આરોપી ઝડપી પાડ્યા

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તલોદથી ચોરાયેલ ટ્રક સહિત મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડયા હતાં. - Divya Bhaskar
તલોદથી ચોરાયેલ ટ્રક સહિત મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડયા હતાં.
  • ગોધરા SOGની ટીમે કુલ 10,53,000ના મુદ્દામાલ સાથે બંનેને ઝડપ્યા

ગોધરા એસઓજીએ સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયેલ 887 કિગ્રા સોપારી જેની કીંમત રૂા. 4,43,500, ચોરીમાં વપરાયેલી ટ્રક જેની કીંમત રૂ. 6 લાખ, બે મોબાઈલ અને રૂા. 500 રોકડા મળી કુલ રૂા. 10,53,000નો મુદ્દામાલ સાથે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડયા હતા.

ગોધરા એસ.ઓ.જી.પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.પંડ્યાને ખાનગી બાતમી દાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે ગોધરાના ધંતીયા પ્લોટ, હમીરપુર રોડ, મક્કી મસ્જિદની સામે રહેતો અસ્ફાક અબ્દુલ્લા ઝભા નામનો આરોપી નડિયાદ રૂરલ પોલીસ મથક ખાતે નોંધાયેલા ચોરીના ગુન્હામાં નાસતો ફરે છે. અને સાબરકાંઠાના તલોદ ખાતેના ચોરીના ગુન્હામાં ઉપયોગ થઈ હતી તે ટ્રક લઈ હાલમાં ગોધરા વડોદરાની આસપાસ ફરી રહ્યો છે. જે બાતમી આધારે પી.એસ.આઇ. આર.એમ.મુધવા તેમજ સ્ટાફ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન બાતમીવાળી ટ્રકને શોધી કાઢી હતી. ટ્રકમાંથી પોલીસે સોપારીની 15 બોરીઓ જેનું વજન 887 કિગ્રા જેની કીંમત રૂા.4,43,500, ચોરીમાં વપરાયેલી ટ્રક જેની કીંમત રૂ. 6 લાખ, 2 મોબાઈલ અને રૂા. 500 રોકડા મળી કુલ રૂા. 10,53,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ ગુન્હામાં અસ્ફાક અબ્દુલ્લા ઝભા અને સોહેલ ઈરફાન મફતની ધરપકડ કરી હતી. આ આરોપીઓ રાજ્યના અમદાવાદ વલસાડ, મોરબી, સુરેન્દ્રનગર તેમજ પંચમહાલ જિલ્લાના તાલુકા મથકોએ ચોરીઓના વિવિધ ગુન્હામાં સંડોવાયેલાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...