તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:પંચમહાલમાં રવિવારે કોરોનાના 27 સંક્રમિતો સામે 27 દર્દીઓ સાજા થયા

ગોધરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગોધરામાં ગુમાસ્તા ધારાનો અમલ થતાં રસ્તા સૂમસામ બન્યા. - Divya Bhaskar
ગોધરામાં ગુમાસ્તા ધારાનો અમલ થતાં રસ્તા સૂમસામ બન્યા.
 • ગોધરામાં કોરોના વાઇરસના ચેપથી સંક્રમિત કેસની સંખ્યા વધતાં ગુમાસ્તાધારાની કડક અમલવારી
 • ગોધરા શહેરમાં કોરોનાના 20 કેસ, જિલ્લામાં કુલ 4603

પંચમહાલ જિલ્લામાં કોરોના કેસમાં વધારો થતાં રોજ સરેરાશ 25 કરતાં વઘુ કોરોના દર્દીઓ મળી રહ્યા છે. રવિવારે જિલ્લામાં કોરોના પોઝીટીવના 27 કેસ નોધાતાં જિલ્લામાં કોરોનાના કુલ 4603 કેસ થયા હતા. જિલ્લાના 27 કોરોના કેસમાં ગોધરા શહેરના 20 પોઝીટીવ કેસ હતા આમ ગોધરા શહેરમાં કોરોનાનું સંક્રમણ રફતારથી વઘી રહ્યું છે. ગોધરા સિવિલ હોસ્પીટલની કોવિડ સેન્ટર ફુલ થતા નર્સીગ સેન્ટર ખાતે કોવિડ સેન્ટર બનાવ્યું છે. કોવિડ સેન્ટરમાં ઓક્સિજન સુવિધાવાળા 10 બેડથી વધારીને 25 બેડ કરવાની કાર્યવાહી પણ ચાલુ કરી દીધી છે.

વધતાજતા કોરોના કેસને લઇને ગોધરા શહેરમાં પોલીસ દ્વારા માસ્કનુ કડક ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે રવિવારે ગોધરા શહેરમાં 20 કેસ, હાલોલમા 4 અને કાલોલમાં 3 કોરોના પોઝીટીવ કેસ સાથે શહેરી વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ 3462 કેસ થયા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના કુલ 4199 દર્દીઓ સાજા થઇ ગયા હતા. જયારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે એક પણ કોરોનાનો કેસ નોધાયો નથી. જિલ્લામાં રવિવારે 27 કોરોના દર્દીઓ સાજા થતાં તેઓને રજા અપાઇ હતી. જયારે જિલ્લામાં હાલ 252 કોરોનાના સક્રીય દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં કોવિડથી 70 અને નોન કોવિડથી 82 દર્દીઓ મૃત્યુ પામ્યાં હતા.

રવિવારે ગોધરા શહેરના બજારો બંધ રહ્યા
ગોધરા શહેરમાં રોજ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેને લઇને પોલીસ દ્વારા સોશિલ ડીસ્ટન્સનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગોધરા શહેરમા અગાઉ રવિવારે ગુમાસ્તાધારાની અમલ થતો ન હતો. પરંતું વધતા જતા કોરોના કેસને લઇને તંત્ર દ્વારા રવિવારે ગોધરા શહેરના તમમ બજારોમાં ગુમાસ્તાધારાનો કડક અમલ કરવાતાં શહેરના બજાર બંધ રહેતા રસ્તાઓ સુમસાન બન્યા હતા.

3 દિવસમાં 1.57 લાખ લોકોએ રસી મુકાવી
પંચમહાલ જિલ્લામાં 45 વર્ષથી વઘુનાઓને કોરોનાની રસી મુકાવવાની મુહિમ ચાલી રહી છે. સાથે સીનીયર સીટીઝન તેમન કોરોના વોરીયર્સને પણ ટીકાકરણ કરી રહ્યા છે. એક એપ્રીલથી 45 વર્ષથી વધુ અને અન્યોને બીજો ડોઝ આપ્યો હતો. 3 દિવસમાં જિલ્લામાં કુલ 1.57 લાખ જેટલા લોકોને કોરોનાની રસી મુકવામાં આવી હતી. ગોધરા શહેરમાં રસીકરણ પ્રત્યે જાગૃતિ આવતાં લોકોની રસી મુકાવવા લાંબી લાઇનો લાગી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો