કાલોલમાં લઘુમતી ટોળાનો હુમલો:ઝનૂની ટોળાએ બેફામ પથ્થરમારો કરતા પોલીસે માથા પર તપેલી અને ડોલ પહેરી, 2 PI સહિત 4 પોલીસકર્મી ઘાયલ

ગોધરા, કાલોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તોફાની તત્વોએ વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું - Divya Bhaskar
તોફાની તત્વોએ વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું
  • ટોળાએ રસ્તા પર ઉતરી પસાર થતા વાહનોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું
  • ટોળાંને વિખેર્યા બાદ નગરમાં SRPની ત્રણ પ્લાટુન સાથે ચુસ્ત બંદોબસ્ત
  • રાજ્યમાં રથયાત્રાની તૈયારી વચ્ચે ઘટના ઘટતાં અફવાઓ વહેતી થઇ
  • પથ્થરમારામાં 2 પીઆઇ સહિત 4 પોલીસ કર્મીઓને ઇજા પહોંચી, 100 લોકોની અટકાયત
  • યુવકને માર મારવાના બનાવમાં એકને પકડીને લાવતાં લઘુમતીનાં ટોળાંએ હુમલો કર્યો

કાલોલમાં બે યુવાનની મારામારીના પડધા બીજા દિવસે પડયા હતા. યુવાનની ધરપકડ બાદ એક કોમનું ટોળું એટલું આક્રમક બન્યું હતું કે પોલીસ મથકે પથ્થરમારો કર્યા બાદ ટોળું પોલીસ મથકેથી કાલોલ બસ મથક તરફ ધસ્યું હતું. તે દરમિયાન રસ્તામાં દુકાનોમાં ભારે નુકસાન પહોંચાડ્યું હતું તો બીજી તરફ આ ટોળાએ બાઇકો તેમજ અન્ય વાહનોને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

ટોળાં એ રસ્તામાં આવતા વાહનો પર પણ પથ્થરમારો કર્યો હતો. જ્યારે આ ઘટનામાં પોલીસકર્મીઓને પણ ઇજા પહોંચી હતી જ્યારે સમગ્ર પંથકનું વાતાવરણ પણ ડહોળાયું હતું. રાજ્યમાં રથયાત્રાનો માહોલ જામ્યો છે ત્યારે તેના એક દિવસ અગાઉજ આ પ્રકારની ઘટના ઘટતાં અફવાઓનું બજાર પણ ભારે ગરમ થયું છે. પોલીસે હાલ સ્થિતી કાબુમાં લઇ કાર્યવાહી શરૂ કરી છે.

કાલોલના બોરું ગામે શુક્રવારે દૂધ ડેરી પર દૂધ ભરવા માટે ગયેલા યુવક સાથે મારમારીનો બનાવ બન્યો હતો. આ બાબતે યુવક દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવાયા બાદ પોલીસે શનિવારે એક આરોપીને પકડયો હતો. આરોપીને પકડ્યો હોવાની જાણ થતાં એક કોમનું ટોળુ આરોપીને બચાવવા માટે પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું અને પોલીસ સાથે રકઝક કરી હતી. જેથી પોલીસે ટોળાને વિખેરી દીધું હતું. જો કે ત્યારબાદ 100 કરતા વધુનું એક કોમનું ટોળું ઉગ્ર બન્યું હતું અને પોલીસ કર્મીઓ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા
મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા

કાલોલ બસ મથક તરફ પણ પથ્થરમારો કર્યો
પથ્થરમારામાં પોલીસ કર્મીઓ અને બે અધિકારીને ઇજા પહોંચી હતી. ત્યારબાદ આ ઝનુની ટોળુ પોલીસ મથકેથી કાલોલ બસ મથક તરફ ધસી ગયું હતું. આ ટોળાએ રસ્તામાં આવતી દુકાનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું તો બીજી તરફ આ આવતા જતાં બાઇકો તેમજ અન્ય વાહનોને પણ ટાર્ગેટ બનાવ્યા હતાં. ટોળાએ એક બાઇકને તોડી નાંખી હતી તો રસ્તા પરની દુકાનમાંથી સામાન બહાર કાઢીને ફેંકી દીધો હતો. ટોળએ પથ્થરમારો કરતાં આગળ વધતાં પોલીસ કાફલો પણ બસ સ્ટેન્ડ રોડ પર ધસી આવ્યો હતો અને ટોળને કાબુમાં લઇ લીધું હતું. કાલોલ ખાતે યુવક પર હુમલો કરનાર આરોપીની ધરપરકડ કરાતાં ટોળાએ આરોપીને છોડાવવાના પ્રયાસમાં ભારે પથ્થરમારો કર્યો હતો. ઝનૂની ટોળાનો પથ્થરમારો એટલો ભારે હતો કે પોલીસે ક્યાંક પાછીપાની કરવી પડી તો ક્યાંક બચવા માટે હેલમેટની જગ્યાએ તપેલીનો સહારો લેવો પડ્યો હતો.

પોલીસે કોમ્બીંગ કરીને પથ્થરમારો કરનાર તોફાની તત્વોને પકડી પાડયા

પોલીસે ઝડપેલા આરોપીઓની તસવીર
પોલીસે ઝડપેલા આરોપીઓની તસવીર

જિલ્લા પોલીસવડા ડૉ. લીના પાટીલે જણાવ્યું કે, શુક્રવારે એક જુથનો છોકરો ડેરી પર ગયો હતો ત્યાં બીજા જુથના છોકરાઓએ મારમાર્યો હોવાના આક્ષેપના સંદર્ભમાં પોલીસ સ્ટેશનમાં રજુઆત કરવા આવતાં વાતાવરણ ગંભીર બન્યું હતું. પોલીસે તમામને ભગાડવાની કોશિશ કરતાં એક જુથના ટોળાએ રોડ પર આવી પથ્થરમારો કર્યો હતો. જેને કાબુમાં લેવા પોલીસે ટીયરગેસના સેલ છોડી સ્થિતી કાબુમાં લીધી હતી. સિનિયર પોલીસ ઓફીસર સહીત એસઆરપીની ટુકડી સ્થળ પર આવી ગઇ છે. પથ્થરમારામાં એલસીબી પીઆઇ સહીત ચાર પોલીસ કર્મીને ઇજા થઇ હતી. પોલીસે કોમ્બિંગ કરી તોફાનીઓને પકડી પાડયા છે.

પોલીસે 30થી વઘુ વાહનો કબજે કર્યા
આ બનાવમાં પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગઇ હતી. તોફાની તત્વો નાસી જવાની ફિરાકમાં હતા તે પહેલા વિસ્તારને કોર્ડન કરીને પોલીસે સીસીટીવી કુટેજના આધારે પથ્થરમારામાં સામેલ 100થી વઘુ તોફાનીને પકડી પાડયા હતા. 30થી વધુ વાહનો પોલીસ કબજે કર્યા છે.

અલીન્દ્રા ચોકડી પર સાંજે ફરી પથ્થરમારો
2 વાગ્યા નજીક બે જુથ વચ્ચે પથ્થરમારાની ઘટના બનતાં પોલીસના કાફલાએ ગધેડી ફળીયા વિસ્તારમાં કાર્યવાહી કરી રહી હતી. જ્યારે સાંજે 6 કલાકની આસપાસ અલીન્દ્રા ચોકડી પર કેટલાક તોફાની તત્વોએ પહોચી પથ્થરમારો કર્યો હતો. પોલીસ તત્કાળ પહોંચતાં ટોળું ભાગી છુટયું હતું.

અફવા ફેલાવનાર સામે કાર્યવાહી થશે
કાલોલના બનાવના વિડીઓ તથા ફોટા સોશિયલ મિડીયામાં વાયરલ થયા હતા. સાથે ખોટી અફવાઓ ફરતી થઇ હતી. જેને લઇને જિલ્લા પોલીસવડાએ સોશિયલ મીડીયામાં ચાંપતી નજર રાખીને અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું હતું.